પાકિસ્તાનની સતત બીજી જીત, USAને 32 રનથી હરાવ્યું:સાહિબઝાદા ફરહાનની ફિફ્ટી, બાબરે 46 રન બનાવ્યા; ઉસ્માન તારિકને 3 વિકેટ
પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે મંગળવારે ત્રીજી મેચમાં USA ને 32 રનથી હરાવ્યું. આ જીત સાથે પાકિસ્તાન ગ્રુપ A ના પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. કોલંબોના SSC સ્ટેડિયમમાં USA એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં USA 20 ઓવરમાં 5 વિકેટે 158 રન જ બનાવી શક્યું. શુભમ રંજને 51 રનની ઇનિંગ રમી. જ્યારે ઓપનર શયન જહાંગીર (49 રન) હાફ સેન્ચુરી ચૂકી ગયા. ઉસ્માન તારિકે 3 વિકેટ ઝડપી. શાદાબ ખાનને 2 વિકેટ મળી. પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાને 73 અને બાબર આઝમે 46 રન બનાવ્યા. અમેરિકા તરફથી શેડલી વાન શાલ્કવિકે 4 વિકેટ લીધી. બંને ટીમોની પ્લેઇંગ-11 પાકિસ્તાન: સાહિબઝાદા ફરહાન, સઈમ અયુબ, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારિક, અબરાર અહેમદ યુએસએ (USA): એન્ડ્રીઝ ગૌસ, શયન જહાંગીર, મોનાંક પટેલ, મિલિંદ કુમાર, શુભમ રંજન, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, મોહમ્મદ મોહસિન, શેડલી વાન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર, એહસાન આદિલ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

