પાકિસ્તાની કેપ્ટનને ગળે મળી ભારતની સ્ટાર ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્સ, VIDEO:મેચ પછી હેન્ડશેક પણ કર્યો; થોડી સેકન્ડના આ દ્રશ્ય કેમેરામાં કેદ થયા, જોતજોતામાં વાઇરલ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશાં રોમાંચ અને લાગણીઓથી ભરેલી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચેના રાજકીય તણાવની અસર ક્રિકેટના મેદાન પર પણ સ્પષ્ટપણે જોવા મળી છે. તાજેતરની ઘણી ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભારતીય અને પાકિસ્તાની કેપ્ટનોએ પરંપરાગત પ્રી-મેચ અને પોસ્ટ-મેચ હેન્ડશેક કરવાનું બંધ કર્યું છે. જેના કારણે આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો. આ જ વાતાવરણ વચ્ચે ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી ‘ધ હન્ડ્રેડ વુમેન્સ લીગ’માંથી આવેલી એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. સાઉથેમ્પ્ટનના ધ રોઝ બાઉલમાં રમાયેલી મેચમાં સધર્ન બ્રેવ્સે બર્મિંગહામ ફીનિક્સને 24 રને હરાવ્યું. મેચ પૂરી થયા પછી ભારતીય બેટર જેમિમાહ રોડ્રિગ્સ અને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના આમને-સામને આવી. બંનેએ પહેલા હાથ મિલાવ્યો અને પછી એકબીજાને ગળે લગાવી. થોડી સેકન્ડના આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયો અને જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. જેમિમાહ રોડ્રિગ્સ અને ફાતિમા સનાનું આ વર્તન એટલા માટે વધુ ચર્ચામાં છે કારણ કે તાજેતરની ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ મેચમાં આવી તસવીરો જોવા મળી નહોતી. છેલ્લા એક વર્ષમાં બંને દેશો વચ્ચે રમાયેલી ઘણી મોટી મેચમાં ભારતીય કેપ્ટનોએ પાકિસ્તાનના કેપ્ટનો સાથે પરંપરાગત હેન્ડશેક કર્યો નહોતો. આ ફેરફાર ક્રિકેટ જગતમાં સતત ચર્ચાનો વિષય બન્યો રહ્યો. 2025 એશિયા કપમાં સૂર્યાએ હેન્ડશેક કર્યો નહોતો આ સિલસિલાની શરૂઆત 2025 એશિયા કપથી ચર્ચામાં આવી, જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મેચ પહેલા અને પછી હેન્ડશેક ન થયો. ત્યારબાદ આ ક્રમ ઘણી મોટી ટુર્નામેન્ટોમાં પણ ચાલુ રહ્યો. અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે અને પાકિસ્તાનના ફરહાન યુસુફે ટૉસ દરમિયાન હાથ ન મિલાવ્યો. પછી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગા વચ્ચે પણ હેન્ડશેક ન થયો. જ્યારે વુમન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાનની ફાતિમા સનાએ પણ પરંપરાગત હેન્ડશેકથી અળગા રહ્યા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભલે વાતાવરણ અલગ રહ્યું હોય, પરંતુ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ખેલાડીઓના સંબંધો હંમેશાં પ્રોફેશનલ અને ફ્રેન્ડલી રહ્યા છે. જોકે જેમિમાહ રોડ્રિગ્સ અને ફાતિમા સનાનો વીડિયો વાઇરલ થતા ફરી ચર્ચાનો વિષય બની ગયો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

