પાતળી કમર ને શાર્પ જૉ લાઇન:તમન્ના ભાટિયાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈ ચાહકો આશ્ચર્યમાં મુકાયા, એક્ટ્રેસ પર વજન ઘટાડવા 'ઓઝેમ્પિક' લીધાનો આક્ષેપ

Last Updated: February 4, 2026By

‘બાહુબલી’થી બોલિવૂડ અને સાઉથ સિનેમામાં પોતાની અલગ ઓળખ બનાવનાર તમન્ના ભાટિયા હાલમાં તેના લુક્સને કારણે ચર્ચામાં છે. તમન્નાએ તાજેતરમાં ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે, જેના સોશિયલ મીડિયા યુઝર્સથી લઈને ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે. તમન્ના ભાટિયાના ટ્રાન્સફોર્મેશને લોકોનું ધ્યાન ખેંચ્યું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ તરીકે સફળતા હાંસલ કર્યા પછી તમન્નાએ હવે જ્વેલરી બિઝનેસમાં પગ મૂક્યો છે. શનિવારે તેણે મુંબઈના જુહુમાં ફાઇન જ્વેલરીનો ‘તમન્ના સ્ટોર’ લોન્ચ કર્યો હતો. આ સમયે તેના ટ્રાન્સફોર્મેશને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હાલમાં તેણે લોન્ચ ઇવેન્ટના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે, જેમાં તેની જૉ લાઇન અને ચેહરા પર સ્પષ્ટપણે ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉપરાંત તે પહેલાં કરતાં ઘણી દુબળી દેખાઈ રહી છે. ‘ઓઝેમ્પિક’ ડ્રગનો ઉપયોગ કરવાનો આરોપ સોશિયલ મીડિયા સાઇટ રેડિટ પર તેના લુક્સને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમન્ના ભાટિયા પર ઝડપથી વજન ઘટાડવા માટે ‘ઓઝેમ્પિક’ ડ્રગનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ તેના તાજેતરના લુક સાથે જોડાયેલો છે. રેડિટ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘તમન્નાએ ઓઝેમ્પિક લેવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે, ઉંમર અને હોર્મોન્સને કારણે મહિલાઓનું શરીર થોડા વર્ષોમાં પોતાની મેળે બદલાય છે. પરંતુ એ સ્પષ્ટ દેખાય છે કે આ ફેરફાર કુદરતી નથી.’ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘તે આ વાતને કેમ નકારે છે? તેનું શરીર અલગ અને તેની સુંદરતાનો ભાગ હતું. પરંતુ હવે તે અન્ય મહિલા સેલેબ્સની જેમ ખૂબ જ દુબળી અને નબળી દેખાવા લાગી છે.’ ઘણા યુઝર્સ આ પોસ્ટ સાથે સહમત પણ થયા છે. ચાહકોએ તમન્નાના પહેલાના લુકને વધુ સારો ગણાવ્યો એક યુઝરે લખ્યું, ‘કમાલ છે કે જેવું ઓઝેમ્પિક આવ્યું કે તરત જ દરેકનું ફિટનેસ રૂટિન અચાનક અસર બતાવવા લાગ્યું.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘હવે લોકો શંકાથી બચવા માટે કહેશે કે, અમે દિવસમાં એકવાર જ જમીએ છીએ અથવા ડાયટ કરીએ છીએ. કેવી બેવડી વિચારધારા છે.’ યુઝર્સનું કહેવું છે કે, ‘તમન્નાનું શરીર ખૂબ જ સુંદર અને કર્વી હતું, જે બહુ ઓછા લોકો પર સૂટ કરે છે અને તે તેમાંથી એક હતી. કાશ તેણે પોતાના તે ફિગરને જાળવી રાખ્યું હોત.’ અન્ય એક યુઝરે લખ્યું, ”આજ કી રાત’ ગીતમાં તે ખૂબ જ શાનદાર લાગતી હતી. તે જાડી નહોતી, પણ એકદમ પરફેક્ટ હતી.’ તમન્નાએ ઘટેલા વજન પર પ્રતિક્રિયા આપી જોકે, તમન્ના ભાટિયાએ આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે પહેલા જ વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક લેવાના આરોપોને ફગાવી ચૂકી છે. ‘હાર્પર્સ બજાર ઇન્ડિયા’ (મેગેઝિન) સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, તેના 20ના દાયકામાં તેનું શરીર સ્વાભાવિક રીતે જ પાતળું હતું. તેણે કહ્યું હતું કે, ‘મેં લગભગ 100 જેટલી ફિલ્મો કરી છે, તેથી લોકોએ મને અલગ-અલગ ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારના શરીરમાં જોઈ છે, પરંતુ હું મોટાભાગે દુબળી જ રહી છું. એક મહિલાનું શરીર હંમેશા બદલાતું રહે છે અને દર પાંચ વર્ષે આપણને આપણું એક નવું રૂપ જોવા મળે છે.’

Leave A Comment