પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત:સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ આગળ વધારવા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ; શાંતિ તથા સુરક્ષાના પ્રયાસો પર સહમતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગની સમીક્ષા કરી. બંનેએ ભારત-અમેરિકાની કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આગળ વધારવા માટે સતત સંપર્ક જાળવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી. મોદી અને ટ્રમ્પે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને આગળ વધારવાના પ્રયાસો અંગે પોતાના વિચારોનું આદાનપ્રદાન કર્યું. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


