પેન્શન મળતું બંધ થઈ ગયું છે? તો ચિંતા ન કરશો:હવે બેંકના ધક્કા નહીં ખાવા પડે, પેન્શન સંબંધિત 5 સૌથી મોટી સમસ્યાનું જાણો સરળ સમાધાન

Last Updated: August 2, 2026By

નિવૃત્તિ પછી પેન્શન માત્ર દર મહિને મળતી રકમ નથી, પરંતુ આખા પરિવારની આર્થિક સુરક્ષા હોય છે. પરંતુ જો પેન્શન અટકી જાય, જીવન પ્રમાણપત્ર જમા ન થઈ શકે, ફેમિલી પેન્શન શરૂ ન થાય, બેંક વારંવાર ધક્કા ખવડાવે અથવા રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS) અને એકીકૃત પેન્શન યોજના (UPS) ને લઈને ગૂંચવણ ઊભી થાય, તો મોટાભાગના પેન્શનરો સમજી શકતા નથી કે કઈ કચેરી કે સરકારી વ્યવસ્થામાં જવું. અહીં જાણો પેન્શન સંબંધિત 5 સૌથી મોટી સમસ્યાઓ અને તેનું સમાધાન કેવી રીતે મળશે. 1. સૌથી પહેલાં જાણો કઈ સમસ્યા માટે ક્યાં જવું 2. જો પેન્શન અટકી ગયું હોય, મોડું આવ્યું હોય અથવા ખોટી કપાત થઈ હોય તો… જો તમારું માસિક પેન્શન અટકી ગયું હોય, મોડું આવી રહ્યું હોય અથવા બેંકે ખોટી કપાત કરી હોય, તો સૌ પ્રથમ સંબંધિત બેંક શાખા અથવા પેન્શન વિતરણ કાર્યાલયમાં લેખિત ફરિયાદ કરો. મોટાભાગના કિસ્સાઓમાં અહીં જ સમાધાન થઈ જાય છે. શું કરવું: જો સમાધાન ન મળે તો કેન્દ્રીયકૃત પેન્શન ફરિયાદ નિવારણ અને દેખરેખ પ્રણાલી (CPENGRAMS) માં ઓનલાઈન ફરિયાદ કરો. અહીં તમારો પીપીઓ નંબર, બેંક વિગતો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. 3. જીવન પ્રમાણપત્ર જમા કરવા ક્યાં જવું? વધુ ઉંમર, બીમારી અથવા ચાલવા-ફરવામાં તકલીફ હોય તો હવે બેંક જવાની જરૂર નથી. સરકારે ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તમે તમારા ઘરે બેઠા તેનો ઉપયોગ કરી શકો છો. શું કરવું: મોબાઈલ પર જીવન પ્રમાણ એપ અને ફેસ ઓથેન્ટિકેશનની મદદથી આ સર્ટિફિકેટ ઓનલાઈન તૈયાર કરીને જમા કરી શકાય છે. જો સ્માર્ટફોન ચલાવવો મુશ્કેલ લાગે તો CSC અથવા બેંક મિત્રની મદદ લઈ શકો છો. 4. ફેમિલી પેન્શન શરૂ નથી થઈ રહ્યું કે બેંક બદલવી છે? મૃત્યુ, લગ્ન પ્રમાણપત્ર, આશ્રિતનો આધાર, પાન નંબર અને બેંક ખાતાની વિગતો, મૃતકનો PPO નંબર, નોમિનેશન ફોર્મ વગેરે દસ્તાવેજો તૈયાર રાખો. પછી સંબંધિત વિભાગ કે બેંકમાં અરજી કરો. વિલંબ થાય તો નિર્ધારિત ફરિયાદ વ્યવસ્થાનો ઉપયોગ કરો. શું કરવું: બંને પ્રકારના કિસ્સામાં PPO નંબર અને આધાર સૌથી મહત્વપૂર્ણ છે. વિલંબ થાય તો એલ્ડર 14567 અથવા સંબંધિત વિભાગ કે બેંકની હેલ્પલાઇન પર કોલ કરો. PPO નંબર સહિત અન્ય માહિતી સાથે ફરિયાદ નોંધાવો. 5. NPS, UPS કે APY સમજાતી નથી? રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી, એકીકૃત પેન્શન યોજના કે અટલ પેન્શન યોજના (APY) સાથે સંકળાયેલા કિસ્સાઓમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ના AI ચેટબોટ PFRDA પેન્શન સહાયકને પ્રશ્નો પૂછી શકો છો. શું કરવું: PFRDA હેલ્પલાઇન 1800110708 પર સોમવારથી શુક્રવાર સવારે 9.30 થી સાંજે 5.30 વાગ્યાની વચ્ચે વાત કરી શકો છો. ઈમેલ: complaints@pfrda.org.in અથવા વેબસાઇટ: www.pfrda.org.in પર તમારી સમસ્યા જણાવો. (નિષ્ણાત: ડો. મનજીત સિંહ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઇઝ ફેડરેશન ∙ એસસી જૈન, જનરલ સેક્રેટરી, એઆઈબીઆરએ) ——————————— આ સમાચાર પણ વાંચો: ₹10-20ની 200 કરોડ પ્લાસ્ટિક નોટો આવશે: નવી નોટો ફાટશે નહીં, પાણી-ધૂળથી પણ સુરક્ષિત રહેશે; ટ્રાયલ સફળ થશે તો વધુ નોટો આવશે, કાગળની કરન્સી બંધ થઈ જશે? બજારમાં ટૂંક સમયમાં જ ₹10 અને ₹20ની પ્લાસ્ટિક નોટો જોવા મળશે. રિઝર્વ બેંક 100-100 કરોડ એટલે કે કુલ 200 કરોડ પોલિમર એટલે કે પ્લાસ્ટિકથી બનેલી નોટો છાપશે. આ પ્લાસ્ટિક કરન્સીનું ટ્રાયલ હશે, જો આ સફળ થશે તો આગળ બીજી નોટો પણ છાપવામાં આવશે. કેન્દ્ર સરકારે આની મંજૂરી આપી દીધી છે. આ માહિતી નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે લોકસભામાં આપી હતી. જોકે, પોલિમર નોટોનું ટ્રાયલ ક્યારે શરૂ થશે, તેની તારીખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment