પોલીસે કોમેડિયનને નિર્દયતાથી માર્યો! VIDEO:રોનક રજાણીની પત્નીને લાત મારતા પાંસળી તૂટી ગઈ, વિદ્યાર્થીઓને બચાવવા જતાં દંપતી બર્બરતાનો શિકાર બન્યું

Last Updated: July 27, 2026By

મુંબઈમાં CJPના સમર્થનમાં થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનમાં જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન રોનક રજાણી સાથે મારપીટ થઈ છે. તેની પત્નીને પણ પુરુષ પોલીસ અધિકારીએ માર માર્યો, જેના કારણે તેની પાંસળી પણ તૂટી ગઈ હોવાનો કોમેડિયને આરોપ લગાવ્યો છે. કોમેડિયને હવે પત્નીના રિપોર્ટ અને મારપીટના વીડિયો પોસ્ટ કરીને મુંબઈ પોલીસ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. ‘અમને નિર્દયતાથી ધક્કો મારીને હટાવ્યા’ રોનક રજાણીએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, ‘વિરોધ પ્રદર્શનને કારણે મારી પત્નીની પાંસળી તૂટી ગઈ છે. આ એક પોલીસકર્મીએ તોડી છે.’ રોનકે પત્નીનો મેડિકલ રિપોર્ટ પણ શેર કર્યો. તેણે કહ્યું છે કે, ‘22 જુલાઈના રોજ 4 વાગીને 47 મિનિટે મને અને મારી પત્નીને ડિટેન કરવામાં આવ્યા હતાં. પોલીસ શિવાજી પાર્કમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાંથી લોકોને કારણ વગર ઉઠાવી રહી હતી. અમને નિર્દયતાથી ધક્કો મારીને હટાવવામાં આવ્યા, જેનાથી મારી ગરદનમાં મરોડ આવી અને મારી પાંસળીઓમાં દુખાવો ઉપડ્યો. અમે રાઇનો પર્વત બનાવ્યો નહીં, કારણ કે લોકો સાથે આનાથી પણ વધુ બર્બરતા થઈ, તેઓ પોલીસની નિર્દયતાનો શિકાર બન્યા.’ પોલીસની મારપીટનો વીડિયો શેર કર્યો કોમેડિયને આગળ કહ્યું, ‘અમે દિલ્હી પાછા આવી ગયા. તેનો દુઃખાવો ઓછો નહોતો થઈ રહ્યો. અમે ડોક્ટર પાસે ગયા, તેમણે એક્સ-રેની સલાહ આપી અને તેને ફ્રેક્ચર નીકળ્યું.’ વીડિયોમાં આગળ કોમેડિયને તે બધા ફૂટેજ બતાવ્યા, જેમાં તેની અને તેની પત્ની સાથે પોલીસ મારપીટ કરતી જોવા મળી રહી છે. કોમેડિયને જણાવ્યું છે કે, વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે પોલીસ કેટલાક શાંત ઊભેલા બાળકોને બળજબરીથી ડિટેન કરી રહી હતી. જ્યારે તેમણે પોલીસને દૂરથી રોકવાનો પ્રયાસ કર્યો, તો એક પોલીસવાળો તેમને ખેંચવા લાગ્યો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કોમેડિયન સાથે ધક્કામુક્કી થતી જોઈને પત્ની નજીક આવી, તે પહેલાં કોમેડિયનને જમીન પર પછાડી દેવાયો. થોડીવાર પછી બંનેને બળજબરીથી ધક્કા મારીને બસની અંદર લઈ જવામાં આવ્યા, જ્યાં એક પોલીસકર્મીએ કોમેડિયનની પત્નીને લાત મારી. વીડિયોમાં પોલીસકર્મી લાત મારતો સ્પષ્ટ દેખાયો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં કોમેડિયને મુંબઈ પોલીસ, રાહુલ ગાંધી, કોકરોચ જનતા પાર્ટી, શિવસેના, કોંગ્રેસને પણ ટેગ કર્યા છે. કોણ છે રોનક રજાણી?