પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ:ફક્ત એકવાર રોકાણ કરો, પછી દર મહિને રિસ્ક વગર કમાણી જ કમાણી; ₹1,000 થી શરૂ કરી શકો છો ઈન્વેસ્ટમેન્ટ

Last Updated: July 25, 2026By

જો તમે તમારી બચતનું એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, જ્યાં રોકાણ સુરક્ષિત રહેવાની સાથે જ શાનદાર વળતર પણ મળે, તો આ દ્રષ્ટિએ પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ સ્કીમ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમાંથી એક છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS), જે નિયમિત આવકની ગેરંટી આપે છે. આ સ્કીમમાં ફક્ત એકવાર રોકાણ કરવાનું હોય છે. પોસ્ટ ઓફિસ સ્કીમ્સને જે વાત સૌથી લોકપ્રિય બનાવે છે, તે એ છે કે આ ઝીરો રિસ્ક સ્કીમ્સ હોય છે. તેમાં કરવામાં આવેલાં કોઈપણ નાના-મોટા રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે. પોસ્ટ ઓફિસ MIS સ્કીમ ખાસ કરીને નિવૃત્ત લોકો અને એવા લોકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે, જેઓ બજાર સાથે સંકળાયેલા જોખમ વિના નિયમિત આવક ઇચ્છે છે અને આ સ્કીમ તમારી માસિક આવક સુનિશ્ચિત કરી દે છે. સરકાર આપી રહી છે 7.4 ટકાના દરે વ્યાજ પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ હેઠળ સરકાર દ્વારા 7.4 ટકાના દરે વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે અને તેનું પેમેન્ટ માસિક ધોરણે કરવામાં આવે છે. તમે આ સરકારી સ્કીમમાં માત્ર 1,000 રૂપિયાના શરૂઆતી રોકાણ સાથે એકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાં જોઈન્ટ ખાતું પણ ખોલાવી શકો છો. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરી શકો છો. એકસાથે કેટલું રોકાણ કરી શકાય? મંથલી ઇન્કમની ગેરંટી આપતા આ પોસ્ટ ઓફિસ MIS એકાઉન્ટ હેઠળ લિમિટની વાત કરીએ તો, એક વ્યક્તિ સિંગલ એકાઉન્ટમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને જોઈન્ટ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ પછી વ્યાજમાંથી થતી કમાણી તમને મળવાની શરૂ થઈ જશે. આ સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે. દર મહિને કેટલી કમાણી થશે? કમાણીનું કેલ્ક્યુલેશન કરીએ તો, તે ખૂબ જ સરળ છે. જો તમે પોસ્ટ ઓફિસની મંથલી સેવિંગ સ્કીમમાં જોઈન્ટ ખાતામાં 15 લાખ રૂપિયાનું એકસાથે રોકાણ કરો છો, તો તમને હાલનાં વ્યાજ દર 7.4% ના હિસાબે દર મહિને 5 વર્ષ સુધી 9,250 રૂપિયા મળશે. જો મેચ્યોરિટી સુધી વ્યાજમાંથી થતી કમાણી જોઈએ તો, તે 5.55 લાખ રૂપિયા થશે. જો આ ભૂલ કરી તો નુકસાન થશે પોસ્ટ ઓફિસની આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં વ્યાજમાંથી થતી કમાણીને માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક ધોરણે લઈ શકાય છે. જોકે, તેનો પૂરો ફાયદો લેવા માટે સ્કીમને મેચ્યોરિટી પીરિયડ સુધી ચાલુ રાખવી જરૂરી છે, કારણ કે તે પહેલાં જો ખાતું બંધ કરાવો છો, તો તમને નુકસાન થઈ શકે છે. આ માટે નક્કી કરાયેલા નિયમો જોઈએ તો, ખાતું ખુલ્યાના 1 થી 3 વર્ષની અંદર બંધ કરાવવા પર મૂળ રકમના 2% કપાશે. જ્યારે ત્રણથી પાંચ વર્ષની વચ્ચે બંધ કરાવવા પર 1% રકમ કપાશે. મેચ્યોરિટી પહેલાં ખાતાધારકના મૃત્યુ થવા પર એકાઉન્ટ બંધ કરી શકાય છે અને જમા રકમ નોમિનીને આપવામાં આવે છે. ———————————– આ સમાચાર પણ વાંચો: PFનું વ્યાજ એકાઉન્ટમાં આવવાનું શરૂ થયું:મિસ્ડ કૉલ અને SMS સહિત 4 રીતે PF બેલેન્સ જાણી શકશો, જુઓ પ્રોસેસ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે PF એકાઉન્ટ ધારકોના ખાતામાં 8.25% ના દરે વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા સબ્સ્ક્રાઇબર્સને વ્યાજની રકમ જમા થવાના SMS મેસેજ પણ મળવા લાગ્યા છે. જોકે, જો તમને હજુ સુધી EPFO ​​તરફથી કોઈ મેસેજ મળ્યો નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. વ્યાજ જમા કરવાની પ્રક્રિયા ચાલુ છે. જોકે SMS ની રાહ જોવાને બદલે, તમે ઘણી સત્તાવાર પદ્ધતિઓ દ્વારા તમારું PF બેલેન્સ ચેક કરીને સરળતાથી જાણી શકો છો કે વ્યાજ જમા થયું છે કે નહીં. તમે 4 સરળ રીતથી ચેક કરી શકો છો કે નાણાકીય વર્ષ 2025-26 માટે તમારું PF વ્યાજ જમા થયું છે કે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર…