ફિચે ભારતનો GDP ગ્રોથનો અંદાજ વધારીને 6.9% કર્યો:જૂન ત્રિમાસિકની 7.8% વૃદ્ધિ બની કારણ, RBI વ્યાજ દરમાં 0.25%નો વધારો કરી શકે છે
ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથના અંદાજને 6.4%થી વધારીને 6.9% કર્યો છે. ફિચના જણાવ્યા અનુસાર જૂન ક્વાર્ટરમાં દેશનો આર્થિક ગ્રોથ 7.8% રહ્યો હતો, જે ભારતની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. જોકે, રેટિંગ એજન્સીનું એવું પણ અનુમાન છે કે આવનારા મહિનાઓમાં મોંઘવારી અને ઓછા વરસાદની અસરને ધ્યાનમાં રાખીને RBI આગામી ઓક્ટોબરની મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજ દરોમાં 0.25%નો વધારો કરી શકે છે. આ પહેલાં વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6%થી વધારીને 7% કર્યો હતો. જૂન ક્વાર્ટરમાં 7.8%ના ગ્રોથથી મળ્યો બૂસ્ટ ફિચ રેટિંગ્સ અનુસાર, 2026ના પ્રથમ છ મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ તથા વેપારી પડકારો છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. જૂન ત્રિમાસિકમાં 7.8%નો જીડીપી વૃદ્ધિદર તેનો પુરાવો છે. જોકે, એજન્સીનું કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષના બાકીના ત્રિમાસિક ગાળામાં આર્થિક પ્રવૃત્તિઓની ગતિ થોડી ધીમી પડી શકે છે. ઓક્ટોબરમાં RBI વ્યાજદરમાં 0.25%નો વધારો કરી શકે છે ફિચે પોતાના અહેવાલમાં સંકેત આપ્યો છે કે વધતી કિંમતો અને સપ્લાય ચેઇનની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને RBI ઓક્ટોબર 2026ની બેઠકમાં પોલિસી રેટ્સમાં 0.25%નો વધારો કરીને તેને 5.5% કરી શકે છે. રેટિંગ એજન્સી અનુસાર, વ્યાજદરમાં આ વધારો અહીં અટકશે નહીં. 2027ની શરૂઆત સુધીમાં વ્યાજદર વધીને 5.75% થઈ શકે છે, ત્યારબાદ 2028માં તે ફરી ઘટીને 5.5% થવાની શક્યતા છે. ખાનગી રોકાણ અને ક્રેડિટ વૃદ્ધિમાં તેજી અર્થવ્યવસ્થા સામે કેટલીક પડકારો હોવા છતાં, પ્રાઇવેટ સેક્ટરમાં રોકાણની સ્થિતિ ઘણી સારી દેખાઈ રહી છે. ફિચને આશા છે કે આ વર્ષે પ્રાઇવેટ રોકાણમાં 10%થી વધુનો વધારો થશે. આ ઉપરાંત, જુલાઈમાં નોન-ફૂડ ક્રેડિટ ગ્રોથ (બિન-ખાદ્ય ધિરાણ) પણ વાર્ષિક ધોરણે 19% નોંધાઈ છે, જે દર્શાવે છે કે બિઝનેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોનની માંગ ઝડપથી વધી રહી છે. અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડવાના 3 મુખ્ય કારણો આવનારા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ થોડો ધીમો પડવા પાછળ ફિચે ત્રણ મુખ્ય કારણો જણાવ્યાં છે: SP અને મૂડીઝે પણ 7% વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું ફિચ પહેલાં અન્ય વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ પણ ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બુધવારે SP ગ્લોબલ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વૃદ્ધિ દર 7% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ગયા અઠવાડિયે રેટિંગ એજન્સી મૂડીઝે પણ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7% રહેવાનો જ અંદાજ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે ગયા નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8% નોંધાયો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


