ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર પર 4 રાઉન્ડ ગોળીબાર:મુંબઈમાં આ જ વિસ્તારમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝના ઘર; હજુ સુધી કોઈએ ફાયરિંગની જવાબદારી લીધી નથી
મહારાષ્ટ્રના મુંબઈમાં ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી. રોહિત શેટ્ટી મુંબઈના જુહુ વિસ્તારમાં રહે છે. તેમના ઘરની નજીક બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઓના પણ ઘર છે. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 3 વાગ્યે બની હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. રોહિત શેટ્ટી અથવા પોલીસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ બાબતે હજુ સુધી કોઈએ જવાબદારી લીધી નથી. પોલીસ આગળની તપાસ કરી રહી છે. ઘટના બાદ રોહિત શેટ્ટીના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 16 ઓક્ટોબર, 2025: કોમેડિયન અને એક્ટર કપિલ શર્માના કેફે પર ત્રણ વાર થઈ ચૂકી છે ફાયરિંગ
આ પહેલા કોમેડિયન અને એક્ટર કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર ત્રણ વાર ફાયરિંગ થઈ ચૂકી છે. ગયા વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં તેમના કેફે પર ફાયરિંગ થઈ હતી. સમગ્ર ઘટનાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. ગેંગ તરફથી તેમને અનેકવાર ધમકી પણ આપવામાં આવી ચૂકી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 14 એપ્રિલ, 2025: સલમાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, આના એક વર્ષ પહેલાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈના વરલી સ્થિત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં અજ્ઞાત વ્યક્તિએ વોટ્સએપ મેસેજ કરીને સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી ધમકી આપી હતી. 14 એપ્રિલ 2025ના રોજ મોડી રાત્રે મોકલવામાં આવેલા આ મેસેજમાં લખ્યું છે- અમે સલમાન ખાનને ઘરમાં ઘૂસીને મારીશું. મુંબઈની વરલી પોલીસે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(2)(3) હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. 14 એપ્રિલ 2024ના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. આ કેસમાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

