ફેક વીડિયો ફેલાવનારાઓ પર ભડક્યા રાહુલ રોય:કહ્યું- રસ્તા પર રહેતો લાવારિસ નથી, મારી પાસે ઘર-ગાડી છે, પૈસા માંગનારાઓ પર ભરોસો ન કરો

Last Updated: May 4, 2026By

વાઈરલ વીડિયોથી ચર્ચામાં આવેલા રાહુલ રોયને સતત ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. એક્ટરે વીડિયો પર સ્પષ્ટતા કરી છે, તેમ છતાં ઘણા લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે. હવે કેટલાક લોકોએ એક્ટરની આર્થિક મદદ કરવાના નામે કેટલાક ફેક વીડિયો બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. આ જોઈને એક્ટર ભડકી ગયા. તેમણે હેટર્સ અને ટ્રોલર્સને ફટકાર લગાવતા ફરી એક સ્પષ્ટ નિવેદન આપ્યું છે. ફેક વીડિયો સામે આવતા રાહુલ રોયે ભડકતા ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લખ્યું છે- આપ સૌનો આભાર, જેમણે મારા પર પોતાનો પ્રેમ અને સમર્થન વરસાવ્યું. આ મેસેજ મારા બધા હેટર્સ, ટ્રોલર્સ અને ફેક વીડિયો બનાવનારાઓ માટે છે. હું સુરક્ષિત છું અને મારી સારી રીતે સંભાળ મારી બહેન પ્રિયંકા અને જીજા રોમિર સેન રાખી રહ્યા છે. હું મારી બહેનના ઘરે મડમાં રહું છું. અમારું ખૂબ જ સુંદર ઘર છે, અને તે મને ખૂબ પ્રેમ કરે છે, જેનાથી હું પોતાને દુનિયાનો સૌથી નસીબદાર ભાઈ માનું છું. આગળ એક્ટરે લખ્યું, ‘મારો જોડિયા ભાઈ કેનેડામાં રહે છે, રોહિન રોય. દુર્ભાગ્યે, તેમના કામના દબાણને કારણે હું તેમને લગભગ 9 વર્ષથી મળી શક્યો નથી. મારી પાસે કપડાં છે, જૂતા છે, ખાવાનું છે, ગાડી છે, હું કોઈ રસ્તા પર છોડેલો લાવારિસ વ્યક્તિ નથી. જે પ્રકારના ફેક વીડિયો સામે આવી રહ્યા છે, તે બિલકુલ સાચા નથી. મારી બહેન અને જીજાજીએ મને બધી જ વસ્તુઓ પૂરી પાડી છે. કૃપા કરીને તેમની શાંતિ ભંગ ન કરો, કારણ કે તે જ મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.’ આગળ રાહુલ રોયે લખ્યું છે કે, ‘મારી સમસ્યા ફક્ત એટલી જ છે કે મને સાદગીથી રહેવું અને સાદા કપડાં પહેરવા ગમે છે, આ મારી વ્યક્તિગત પસંદગી છે. હું બોડીગાર્ડ રાખતો નથી, આ પણ મારી પોતાની પસંદગી છે. જો હું ક્યારેક ઓટોમાં મુસાફરી કરું છું, તો તે સરળ અને ઝડપી હોય છે, આ પણ મારો નિર્ણય છે. મેં જે રીલ્સ બનાવ્યા, તે સાદગીથી બનાવ્યા હતા, કોઈ ચાલાકીથી નહીં. તે મારું કામ હતું, કોઈ આર્થિક મદદ નહીં. હું હંમેશા માનું છું કે કામ, કામ હોય છે, આ મારી વિચારસરણી છે, મારા નિર્ણયો મારી પસંદગીઓ છે.’ મેં લાંબા સમય સુધી સારા કામની રાહ જોઈ- રાહુલ રોય છેવટે રાહુલ રોયે લખ્યું, ‘મેં લાંબા સમય સુધી સારા કામની રાહ જોઈ, પણ તે આવ્યું નહીં. હું આમ જ બેસીને મારો સમય બગાડી શકતો નથી. અને હા, મારે મારા અંગત કોર્ટ કેસોનું પણ ધ્યાન રાખવું પડે છે. જો કોઈ મારા નામ પર વીડિયો બનાવીને એવો દાવો કરે કે તેઓ મારી મદદ કરી રહ્યા છે અથવા મારા માટે પૈસા માંગી રહ્યા છે, તો કૃપા કરીને તેમના પર વિશ્વાસ ન કરો. હંમેશા વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ તપાસ કરો. મારા, મારી બહેન અને જીજાજી સિવાય કોઈના પર ભરોસો ન કરો. અને અત્યાર સુધી મેં કોઈપણ ન્યૂઝ ચેનલ, મેગેઝિન, પોડકાસ્ટ કે યુટ્યુબરને કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો નથી. સકારાત્મક રહો. જો મને કોઈ સારી ફિલ્મ મળે છે, તો તમે મને ફરી ફિલ્મોમાં જોશો. ત્યાં સુધી મારા દ્વારા કરવામાં આવી રહેલા કામમાં મને જોતા રહો. રાહુલ રોય.’ એક વીડિયોથી ચર્ચામાં આવ્યા રાહુલ રોય રાહુલ રોયનો એક ઇન્ફ્લુએન્સર સાથેનો વીડિયો વાઈરલ થયો હતો, ત્યારબાદ ઘણા લોકો એક્ટરને જોરદાર ટ્રોલ કરવા લાગ્યા. ટ્રોલિંગ વચ્ચે રાહુલ રોયે સ્પષ્ટતામાં પોસ્ટ કરીને કહ્યું કે તેમને બિલ ભરવાના હોય છે અને કાનૂની બાબતોની દેખરેખ રાખવી પડે છે, જેના માટે તેઓ દરેક પ્રકારનું કામ કરીને કમાણી કરી રહ્યા છે. એક્ટરે એમ પણ કહ્યું કે જો કોઈ ખરેખર ચિંતિત હોય, તો તેમને સારું કામ અપાવે.

Leave A Comment