બાંગ્લાદેશ ચૂંટણી- BNPને બહુમતી મળી, 159 બેઠકો જીતી:તારિક રહેમાન માટે વડાપ્રધાન બનવાનું નિશ્ચિત; જમાત ગઠબંધનના ખાતામાં 45 બેઠકો

Last Updated: February 12, 2026By

બાંગ્લાદેશમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ને બહુમતી મળી ગઈ છે. પાર્ટીએ 299 બેઠકોમાંથી 159 બેઠકો પર જીત મેળવી લીધી છે. BNP અધ્યક્ષ તારિક રહેમાનનું વડાપ્રધાન બનવું લગભગ નક્કી છે. રહેમાને બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર જીત હાંસલ કરી છે. બીજી તરફ, જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના ગઠબંધનને અત્યાર સુધી માત્ર 45 બેઠકો મળી છે. જમાત ચીફ શફીકુર રહેમાને ઢાકા-15 બેઠક પરથી જીત મેળવી છે. 2 બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. સામાન્ય ચૂંટણી માટે બપોરે 2 વાગ્યા સુધી 48% મતદાન થયું હતું. મતદાન 4:30 સુધી ચાલ્યું હતું. હજુ કુલ મતદાનના આંકડા આવવાના બાકી છે. બાંગ્લાદેશમાં ચૂંટણીની તસવીરો… બાંગ્લાદેશ ચૂંટણી સાથે જોડાયેલા તમામ મોટા અપડેટ્સ વાંચવા માટે નીચે આપેલા બ્લોગ પર નજર કરો…