બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર:બોલેન્ડ બહાર; કમિન્સ, હેઝલવુડ અને સ્ટાર્ક 1 વર્ષ પછી એકસાથે મેદાન પર ઉતરશે
ઓસ્ટ્રેલિયાએ ગુરુવારથી ડાર્વિનમાં શરૂ થનારી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ-11ની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 20 વર્ષ પછી ડાર્વિનમાં કોઈ ટેસ્ટ મેચ રમવા ઉતરી રહી છે. 8 મહિનામાં કાંગારૂ ટીમનો આ પ્રથમ ટેસ્ટ મુકાબલો હશે. હેઝલવુડને તક, બોલેન્ડ બહાર સ્કોટ બોલેન્ડને પહેલી ટેસ્ટમાંથી બહાર રાખ્યો છે. ટીમ મેનેજમેન્ટે પેસ એટેકમાં જોશ હેઝલવુડને બોલેન્ડ પર પ્રાધાન્ય આપ્યું છે. આ સાથે જ પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્ક એક વર્ષથી વધુ સમય પછી પ્રથમ વખત કોઈ મેચમાં એકસાથે રમતા જોવા મળશે. લાયનનું કમબેક, બે ઓલરાઉન્ડર ટીમમાં એશિઝ સિરીઝમાં હેમસ્ટ્રિંગ ઈજાને કારણે બહાર રહેલા સ્પિનર નાથન લાયનનું પ્લેઇંગ-11માં કમબેક થયું છે. બેટિંગ ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન અને બ્યુ વેબસ્ટર બંનેને ટીમમાં સ્થાન મળ્યું છે. બંને ટીમની પ્લેઇંગ-11 અને સ્ક્વોડ ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11I (પ્રથમ ટેસ્ટ) જેક વેધરલ્ડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), બ્યુ વેબસ્ટર, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લાયન, જોશ હેઝલવુડ. ઓસ્ટ્રેલિયાની સિરીઝ માટેની ટેસ્ટ સ્ક્વોડ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, નાથન લાયન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, જેક વેધરલ્ડ, બ્યુ વેબસ્ટર. બાંગ્લાદેશની સ્ક્વોડ (પ્રથમ ટેસ્ટ) નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહદી હસન મિરાજ (વાઇસ-કેપ્ટન), સૌમ્ય સરકાર, શાદમાન ઇસ્લામ, તન્ઝીદ હસન તમીમ, મોમિનુલ હક, મુશ્ફિકુર રહીમ, લિટન દાસ, અમિત હસન, ઝાકેર અલી, તૈજુલ ઇસ્લામ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, સૈયદ ખાલિદ અહેમદ, ઇબાદત હુસૈન ચૌધરી, મુશ્ફિક હસન.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

