બાળકોના નામે ₹10,000 વાર્ષિક રોકાણ પર મળશે ₹11 કરોડ:NPS વાત્સલ્ય સ્કીમમાં ફંડ બનાવવાનું પૂરું ગણિત; જાણો પાત્રતા અને ઇન્વેસ્ટમેન્ટની રીત
જો તમે તમારા બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે નાની રકમથી મોટું ફંડ બનાવવા માગો છો, તો સરકારની ‘NPS વાત્સલ્ય’ યોજના તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સરકારી યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં લાંબા સમય સુધી રોકાણ કરવાથી કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. જો તમે તમારા બાળકના નામે દર વર્ષે ₹10,000 જમા કરો છો, તો બાળકના નિવૃત્તિની ઉંમર સુધી ₹11 કરોડ સુધીનું મોટું ફંડ તૈયાર થઈ શકે છે. આ યોજનામાં જમા કરાયેલા પૈસા નિષ્ણાતો દ્વારા ગવર્નમેન્ટ સિક્યોરિટી, કોર્પોરેટ ડેટ અને શેરબજાર (ઇક્વિટી)માં રોકાણ કરવામાં આવે છે. અહીં જાણો યોજનાના ફાયદા, રોકાણની રીત અને રિટર્નનું ગણિત… NPS વાત્સલ્ય યોજના શું છે? આ સરકારી નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની નવી યોજના છે, જે સપ્ટેમ્બર 2024માં લોન્ચ કરવામાં આવી હતી. યોજનામાં માતા-પિતા પોતાના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકના નામે રોકાણ કરી શકે છે. આમાં વાર્ષિક ઓછામાં ઓછા ₹250 જમા કરવા જરૂરી છે, મહત્તમની કોઈ મર્યાદા નથી. બાળકની ઉંમર 18 વર્ષ થતાં જ આ ખાતું રેગ્યુલર NPS પેન્શન ખાતામાં બદલાઈ જશે. આ સ્કીમમાં વાલીઓ પોતાની અનુકૂળતા મુજબ બાળકો માટે રોકાણના વિકલ્પો પસંદ કરી શકે છે. તેઓ પોતે નક્કી કરી શકે છે કે કેટલા પૈસા ઇક્વિટી, ડેટ કે સરકારી બોન્ડમાં રોકવા. ₹11 કરોડનું ફંડ કેવી રીતે બની શકે? જો તમે બાળકના નામે દર વર્ષે ₹10,000 (એટલે કે મહિનાના માત્ર ₹834) જમા કરો છો તો નિવૃત્તિની ઉંમર (60 વર્ષ) સુધી રેગ્યુલર NPSમાં રોકાણ ચાલુ રાખવાથી તમે આટલું ફંડ એકઠું કરી શકો છો…. સ્કીમમાં રોકાણ કરવાના ત્રણ વિકલ્પો મળે છે NPS વાત્સલ્ય સ્કીમમાં રોકાણ માટેની યોગ્યતા 3 વર્ષ પછી 25% સુધી ઉપાડ એકાઉન્ટ ખોલ્યાના 3 વર્ષ પછી ઉપાડ મળી શકે છે. સબ્સ્ક્રાઇબરના પોતાના યોગદાનમાંથી 25% સુધી ઉપાડી શકાય છે. આ શિક્ષણ, તબીબી સારવાર અથવા સૂચિત વિકલાંગતાઓ માટે છે. 18 વર્ષ પહેલાં 2 વખત, 18-21 વર્ષની વચ્ચે 2 વખત ઉપાડની પરવાનગી છે. શરતો સાથે. 18 વર્ષની ઉંમરે ઉપાડ NPS વાત્સલ્ય એકાઉન્ટ કેવી રીતે ખોલવું? બેંકોમાં જઈને NPS વાત્સલ્ય એકાઉન્ટ ખોલાવી શકાય છે. ઘરે બેઠા ઓનલાઈન https://nps.kfintech.com/ અથવા અન્ય eNPS પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલી શકાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

