બેટિંગ કોચે કહ્યું- લોર્ડ્સમાં મોટી ઇનિંગ્સ રમી શકે છે રોહિત:સિતાશું કોટકે કહ્યું- સંઘર્ષ નથી કરી રહ્યો; દાવો છે- નિવૃત્તિ લેશે
રોહિત શર્માના નિવૃત્તિની અટકળો વચ્ચે ભારતીય કોચ સિતાંશુ કોટકે કહ્યું- રોહિત ન તો દબાણમાં છે અને ન તો સંઘર્ષ કરી રહ્યો છે. તે લોર્ડ્સમાં મોટી ઇનિંગ્સ રમી શકે છે. એક દિવસ પહેલા એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે લોર્ડ્સ વન-ડે રોહિત શર્માના કરિયરની છેલ્લો વન-ડે હશે. ત્યારબાદ તેની નિવૃત્તિની અટકળો પણ શરૂ થઈ ગઈ હતી. કોટકે મેચ પછી કહ્યું, ‘આજે પણ એવું લાગી રહ્યું હતું કે રોહિત મોટી ઇનિંગ્સ રમશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. પીચ પર બોલ પર અસામાન્ય ઉછાળો હતો. રોહિત જે શોટ્સ સામાન્ય રીતે સરળતાથી રમે છે, તેમાં તેને સહજતા અનુભવાઈ નહીં. આવું ઘણા બેટર્સ સાથે થાય છે. તમે લોર્ડ્સમાં રોહિત શર્માની બિલકુલ અલગ ઇનિંગ્સ જોઈ શકો છો.’ ‘સંઘર્ષ’ શબ્દનો ઉપયોગ નહીં કરું યશસ્વી જયસ્વાલ કે ઈશાન કિશનને વન-ડે ટીમમાં તક મળવાની સંભાવના અંગે પૂછવામાં આવેલા સવાલ પર કોટકે કહ્યું કે તેઓ રોહિત માટે ‘સંઘર્ષ’ શબ્દનો ઉપયોગ નહીં કરે. કોટકે શુભમન ગિલ અને વિરાટ કોહલીનું ઉદાહરણ આપતા કહ્યું- પ્રથમ વન-ડેમાં ગિલ અને બીજી વન-ડેમાં કોહલીને સારી શરૂઆત મળી, જેના કારણે તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા. પરંતુ, રોહિતને તેવી શરૂઆત મળી શકી નહીં. આ મેચમાં રોહિત શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યા નહીં. તેથી હું નહીં કહું કે તે સંઘર્ષ કરી રહ્યા છે.’ કાર્ડિફની પીચ બીજી ઇનિંગ્સમાં સરળ બની કોટકના મતે કાર્ડિફની પીચ પ્રથમ ઇનિંગ્સમાં બે ગતિવાળી હતી, જેના કારણે બેટિંગ મુશ્કેલ રહી. બીજી ઇનિંગ્સમાં વિકેટ વધુ સારી બની અને તેનો ફાયદો જો રૂટે અણનમ 99 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને ઉઠાવ્યો. તેમણે કહ્યું, ‘પ્રથમ ઇનિંગ્સમાં બેક ઑફ લેન્થ બોલ અટકીને આવતા હતા અને વધુ ઉછાળો લેતા હતા. બીજી ઇનિંગ્સમાં આવું નહોતું.’ —————————————————- રોહિત શર્મા સંબંધિત આ સમાચાર પણ વાંચો… ઇંગ્લેન્ડ સામે છેલ્લી મેચ રમીને રોહિત નિવૃત્તિ લેશે!: BCCIએ ભારતીય ઓપનરને ટીમમાંથી કાઢવાનું મન બનાવી લીધું; 2027નો વન-ડે વર્લ્ડ કપ નહીં રમી શકે લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે રમાનારી ત્રીજી વન-ડે મેચ રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ શકે છે. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, BCCIની સિલેક્શન કમિટીએ રોહિત શર્માને સ્પષ્ટ કરી દીધું છે કે તે 2027 વન-ડે વર્લ્ડ કપની યોજનાનો ભાગ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

