'બોર્ડર 2'એ બોક્સઓફિસ કબજે કર્યું!:ફિલ્મે ત્રણ દિવસમાં ₹130 કરોડની કમાણી કરી, ઓપનિંગ વીકએન્ડ કલેક્શનમાં 'ધુરંધર'નો રેકોર્ડ તોડ્યો
સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’એ તેના ઓપનિંગ વીકએન્ડ કલેક્શનમાં ફિલ્મ ‘ધુરંધર’ને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મે તેના પ્રથમ વીકએન્ડમાં કુલ ₹129.89 કરોડનું કલેક્શન કર્યું. નોંધનીય છે કે, ‘ધુરંધરે’ તેના ઓપનિંગ વીકએન્ડમાં આશરે ₹103 કરોડની કમાણી કરી હતી. 23 જાન્યુઆરીએ રિલીઝ થયેલી, ફિલ્મ ‘બોર્ડર 2’ એ તેના પ્રથમ દિવસે (શુક્રવાર) ₹32.10 કરોડની કમાણી કરી. બીજા દિવસે (શનિવાર) કલેક્શન વધીને ₹40.59 કરોડ થયું. જ્યારે ત્રીજા દિવસે (રવિવાર) ફિલ્મે ₹57.20 કરોડની કમાણી કરી. ‘બોર્ડર 2’ એ 1997ની બ્લોકબસ્ટર ફિલ્મ બોર્ડરની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ સિંહે કર્યું છે. આ ફિલ્મ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા નિર્મિત છે. ‘ધુરંધર’ની જેમ ‘બોર્ડર 2’ પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ ‘બોર્ડર 2’ ભારતમાં અને મોટાભાગના આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપકપણે રિલીઝ થઈ રહી છે, ત્યારે તેને એક મોટી અડચણનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે રણવીર સિંહની ‘ધુરંધર’ની જેમ જ ગલ્ફ દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ‘બોલિવૂડ હંગામા’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) અનુસાર, આ ફિલ્મ છ ગલ્ફ દેશો- બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈમાં પ્રતિબંધિત કરાઈ છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે, ‘હવે એ સ્વાભાવિક છે કે, ‘પાકિસ્તાન વિરોધી’ કન્ટેન્ટ ધરાવતી ફિલ્મોને આ પ્રદેશમાં રિલીઝ મળતી નથી.’ ગેલેક્સી થિયેટરમાં સની-અહાનની સરપ્રાઈઝ એન્ટ્રી રવિવારે સની દેઓલ અને અહાન શેટ્ટીએ મુંબઈના પ્રખ્યાત ગેલેક્સી થિયેટરમાં અચાનક પહોંચીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બંને તેમની ફિલ્મ ‘બોર્ડર 2’ની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં પહોંચ્યા હતા. સની અને અહાન બહાર આવતા જ ત્યાં હાજર ચાહકોની ભીડ ખૂબ ઉત્સાહિત થઈ ગઈ હતી. આ દરમિયાન થિયેટરની અંદર પણ જબરદસ્ત માહોલ જોવા મળ્યો. જે વીડિયો સામે આવ્યા, તેમાં જોઈ શકાય છે કે હોલ ખીચોખીચ ભરેલો હતો અને દર્શકો તાળીઓ અને સીટીઓથી સ્ટાર્સનું સ્વાગત કરી રહ્યા હતા. સની દેઓલની એન્ટ્રી પર ખાસ કરીને લોકો ઊભા રહીને તાળીઓ પાડતા જોવા મળ્યા. સની દેઓલ અને અહાન શેટ્ટી થિયેટરમાં પહોંચતા જ લોકોએ પોતાના મોબાઈલ કાઢીને વીડિયો બનાવવા લાગ્યા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

