બોલ્ડ, બ્લેક અને બ્યુટીફુલ!:સોનમ કપૂરે બીજી પ્રેગ્નેન્સીનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું, ઓલ બ્લેક આઉટફીટમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો

Last Updated: January 22, 2026By

બોલિવૂડની ફેશન આઇકન અને એક્ટ્રેસ સોનમ કપૂરે તાજેતરમાં મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. સોનમ બીજી વાર માતા બનવા જઈ રહી છે. તેણે પોતાના કેટલીક નવા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં તેનો લુક ખૂબ જ આત્મવિશ્વાસુ અને સ્ટાઇલિશ દેખાઈ રહ્યો છે. ફોટો પોસ્ટ કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, ‘મમા’સ ડે આઉટ.’ રિયા કપૂરે સ્ટાઇલ કર્યો બહેનનો લુક નોંધનીય છે કે, સોનમના આ આઉટફિટને તેની બહેન રિયા કપૂરે સ્ટાઈલ કર્યો છે. સોનમ પહેલાથી જ એક બાળકની માતા છે. તેનો દીકરો વાયુ ત્રણ વર્ષનો છે, જેનો જન્મ ઓગસ્ટ 2022માં થયો હતો. એક્ટ્રેસે 8 મે 2018ના રોજ બિઝનેસમેન આનંદ આહુજા સાથે મુંબઈમાં શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. સોનમે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2007માં ફિલ્મ ‘સાવરિયા’થી કરી હતી. એક્ટ્રેસની ‘નીરજા’, ‘રાંઝણા’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ મુખ્ય ફિલ્મો છે. તે છેલ્લે ફિલ્મ ‘બ્લાઇન્ડ’માં જોવા મળી હતી, જે 7 જુલાઈ 2023ના રોજ જિયો સિનેમા પર રિલીઝ થઈ હતી.