બ્રિટનમાં કિંગના ભાઈ એન્ડ્રુની જન્મદિવસે ધરપકડ:એપસ્ટીન કેસમાં નામ સામે આવ્યું હતું, 17 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ; શાહી ઘર પણ છીનવી લેવાયું
બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુની જન્મદિવસે જ ધરપકડ કરવામાં આવી છે. જાહેર પદ પર રહેતા ગેરવર્તણૂકની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, ગુરુવારે સવારે 8 વાગ્યે ઘરેથી તેમને પકડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ તેમને ધરપકડ કરવા માટે સાદાં કપડાંમાં પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તમામ તથ્યોની સંપૂર્ણ તપાસ કર્યા પછી ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તપાસની નિષ્પક્ષતા અને અખંડિતતા જાળવવી મહત્ત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં નોંધપાત્ર જાહેર હિત છે અને યોગ્ય સમયે માહિતી પૂરી પાડવામાં આવશે. એન્ડ્રુને આજીવન કેદની સજા થઈ શકે છે
ઇંગ્લેન્ડમાં જાહેર પદ સંભાળતી વખતે ગેરવર્તણૂકને ગંભીર ગુનો ગણવામાં આવે છે. આ ગુના માટે સાબિત કરવું જરૂરી છે કે વ્યક્તિ જાણતી હતી કે તે ખોટો છે, છતાં તેણે તેમ કરવાનું ચાલુ રાખ્યું. આ ગુના માટે મહત્તમ સજા આજીવન કેદ છે. આ કેસ ફક્ત ગંભીર ફોજદારી આરોપો હેઠળ જ કોર્ટમાં ચલાવી શકાય છે. આ કેસ એન્ડ્રુના બ્રિટનના ટ્રેડ એનબોય તરીકેના સમયનો હોવાનું માનવામાં આવે છે. તેમને 2001માં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ 10 વર્ષ પછી તેમણે રાજીનામું આપી દીધું હતું. તે સમયે, અમેરિકન ગુનેગાર જેફરી એપસ્ટીન સાથેના તેમના સંબંધોને લઈને તેમનું નામ વિવાદમાં ફસાયું હતું. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે એન્ડ્રુનો પદ પર હતા ત્યારે એપસ્ટીન સાથે સંપર્ક હતો. ચાર મહિના પહેલાં ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા
બ્રિટનના રાજા ચાર્લ્સે તેમના નાના ભાઈ એન્ડ્રુ પાસેથી “પ્રિન્સ” અને તમામ શાહી પદવીઓ છીનવી લીધી હતી. તેમને વિન્ડસર સ્થિત તેમના વૈભવી નિવાસસ્થાન “રોયલ લોજ”માંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. એપસ્ટીન કેસની પીડિતા વર્જિનિયા ગિફ્રેએ આરોપ લગાવ્યો હતો કે પ્રિન્સ એન્ડ્રુએ 2001માં જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેનું જાતીય શોષણ કર્યું હતું. બકિંગહામ પેલેસે ગુરુવારે આ બાબતે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે “કિંગએ આજે પ્રિન્સ એન્ડ્રુની શૈલી, પદવીઓ અને સન્માનો દૂર કરવાની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે.” પ્રિન્સ એન્ડ્રુનું નામ પણ બદલાયું
65 વર્ષીય એન્ડ્રુ સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથના બીજા પુત્ર છે. એન્ડ્રુનું નામ લાંબા સમયથી અમેરિકન ગુનેગાર જેફરી એપસ્ટીન સાથે જોડાયેલું છે, જેમના પર સગીરોના જાતીય શોષણના ગંભીર આરોપો છે. આ મહિનાની શરૂઆતમાં એન્ડ્રુને ડ્યુક ઓફ યોર્ક ખિતાબનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. બકિંગહામ પેલેસે જાહેરાત કરી હતી કે શાહી પદવીઓ રદ થયા પછી પ્રિન્સ એન્ડ્રુ હવે ‘એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર’ તરીકે ઓળખાશે. અત્યારસુધી, ‘પ્રિન્સ એન્ડ્રુ, ડ્યુક ઓફ આર્ક’ તરીકે ઓળખાતા હતા. માઉન્ટબેટન-વિન્ડસર નામ 1960માં બનાવવામાં આવ્યું હતું. એ બ્રિટનના સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II અને તેમના પતિ પ્રિન્સ ફિલિપના પરિવારના નામોને જોડે છે. પ્રિન્સ એન્ડ્રુએ એપસ્ટીનને પોતાની દીકરીની તસવીરો મોકલી હતી
બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુએ 2008માં યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનને પોતાની દીકરીઓની તસવીરો મોકલી હતી. આ ખુલાસો 2010 અને 2011ના ઈ-મેલ્સથી થયો છે, જેને જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 30 જાન્યુઆરીએ જાહેર કર્યા હતા. આ ઈ-મેલ્સમાં પ્રિન્સેસ બીટ્રિસ અને પ્રિન્સેસ યુજેનીની તસવીરો સામેલ છે. ત્યાર બાદ 20 ડિસેમ્બર 2012ના રોજ બીજું કાર્ડ મોકલવામાં આવ્યું. એમાં કુલ 4 તસવીરો હતી. બે તસવીરમાં પ્રિન્સેસ બીટ્રિસને ફેબ્રુઆરી 2012માં મોન્ટ બ્લેન્ક પર ચઢતા દર્શાવવામાં આવી છે, જ્યારે પ્રિન્સેસ યુજેની જૂન 2012માં ‘નાઈટ રાઈડર’ ચેરિટી સાઇકલ ઈવેન્ટમાં જોવા મળે છે. તે જ સમયે, આ મહિનાની શરૂઆતમાં, પ્રિન્સેસ યુજેનીએ વિવાદો વચ્ચે એન્ડ્રુ સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા છે. બીજા કિસ્સામાં એક મહિલાના વકીલે બીબીસીને જણાવ્યું કે પ્રિન્સ એન્ડ્રુ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે એપસ્ટીને તેમને બળજબરીથી પ્રિન્સ એન્ડ્રુના નિવાસસ્થાન રોયલ લોજ મોકલ્યા હતા. એન્ડ્રુએ ક્રિસમસ કાર્ડમાં રાજકુમારીઓની તસવીરો મોકલી હતી આ તસવીરો એે સમયે મોકલવામાં આવી હતી, જ્યારે એન્ડ્રુ દાવો કરી ચૂક્યા હતા કે તેમણે એપસ્ટીન સાથેના તમામ સંબંધો સમાપ્ત કરી દીધા છે. બ્રિટિશ અખબાર ‘ધ સન’ અનુસાર તે સમયે યુજેની 21 વર્ષની અને બીટ્રિસ 23 વર્ષની હતી. નવા દસ્તાવેજો અનુસાર, 21 ડિસેમ્બર 2011ના રોજ ‘HRH ધ ડ્યુક ઓફ યોર્ક’ ઈમેલ આઈડી પરથી એપસ્ટીનને એક ક્રિસમસ કાર્ડ મોકલવામાં આવ્યું હતું. એમાં બંને બહેનોની બરફમાં લીધેલી તસવીર હતી. કાર્ડ પર એન્ડ્રુની સહી હતી. પ્રિન્સ એન્ડ્રુ પાસેથી શાહી ખિતાબ છીનવી લેવામાં આવ્યા હતા બ્રિટનના કિંગ ચાર્લ્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના નાના ભાઈ એન્ડ્રુ પાસેથી ‘પ્રિન્સ’નો ખિતાબ અને તમામ શાહી પદવીઓ પાછી લઈ લીધી હતી. તેમને વિન્ડસર સ્થિત તેમના ભવ્ય ઘર ‘રોયલ લોજ’ ખાલી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. પીડિતા વર્જિનિયા ગિફ્રેએ આરોપ લગાવ્યો હતો કે 2001માં જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે પ્રિન્સ એન્ડ્રુએ તેનું યૌન શોષણ કર્યું હતું. 65 વર્ષના એન્ડ્રુ દિવંગત ક્વીન એલિઝાબેથના બીજા પુત્ર છે. એન્ડ્રુનું નામ લાંબા સમયથી અમેરિકી અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલું રહ્યું છે. એન્ડ્રુને ડ્યુક ઓફ યોર્કનો ખિતાબ વાપરવાથી પણ રોકી દેવામાં આવ્યો હતો. બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે શાહી પદવીઓ છીનવાઈ ગયા પછી હવે પ્રિન્સ એન્ડ્રુને ‘એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર’ નામથી ઓળખવામાં આવશે. અત્યાર સુધી પ્રિન્સ એન્ડ્રુને ‘પ્રિન્સ એન્ડ્રુ ડ્યુક ઓફ યોર્ક’ નામથી ઓળખવામાં આવતા હતા. માઉન્ટબેટન-વિન્ડસર નામ 1960માં બનાવવામાં આવ્યું હતું. આ નામ બ્રિટનની દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ બંનેના પારિવારિક નામોને ભેગા કરીને બન્યું છે. ફોટોમાં પ્રિન્સ એન્ડ્રુ છે, જેમનો હાથ 17 વર્ષીય વર્જિનિયા ગિફ્રેની કમર પર છે. સૌથી જમણી બાજુ એપસ્ટીનની ગર્લફ્રેન્ડ ઘિસલેન મેક્સવેલ છે. આ ફોટો 10 માર્ચ 2001ના રોજ લંડનમાં મેક્સવેલના ઘરે લેવામાં આવ્યો હતો. આરોપ લગાવનાર વર્જિનિયાનું મૃત્યુ પ્રિન્સ એન્ડ્રુ પર જાતીય શોષણનો આરોપ લગાવનાર વર્જિનિયા ગિફ્રેનું એપ્રિલ 2025માં અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, તેણે આત્મહત્યા કરી હતી. વર્જિનિયા (41 વર્ષ)એ 2011માં અમેરિકાના હાઈ-પ્રોફાઈલ વેશ્યાવૃત્તિ નેટવર્કનો પર્દાફાશ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. વર્જિનિયાએ તેની સાથે થયેલા યૌનશોષણ અને તસ્કરીનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તે માત્ર 15 વર્ષની હતી ત્યારે જ એપસ્ટીનના નેટવર્કમાં ફસાઈ ગઈ હતી. તેને ઘણા પ્રભાવશાળી અને હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ જ ઇન્ટરવ્યtમાં વર્જિનિયાએ બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ સાથેની તેની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ 7 મહિલા સાથે જોવા મળી રહ્યા છે. તેઓ 5 મહિલાના ખોળામાં સૂતેલા છે. તેમાં એપસ્ટીનની પ્રેમિકા ગિસ્લીન મેક્સવેલ પણ છે. પ્રિન્સ એન્ડ્રુની પત્ની સારા ફર્ગ્યુસનની તસવીર પણ સામે આવી હતી
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

