બ્લુચિપ ફંડ્સે 1 વર્ષમાં 22%નું રિટર્ન આપ્યું:બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આમાં પૈસા રોકવા ઓછા જોખમી, જાણો આ સંબંધિત મહત્વપૂર્ણ વાતો

Last Updated: February 9, 2026By

છેલ્લા કેટલાક મહિનામાં શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આનાથી ઘણા રોકાણકારોનો પોર્ટફોલિયો નેગેટિવમાં ગયો છે. જોકે, આ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડના બ્લુચિપ ફંડ્સ અથવા લાર્જ કેપ ફંડ્સે સારુ વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં લાર્જ કેપે 21% સુધીનું વળતર આપ્યું છે. લાંબા સમય સુધી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ કરીને તમે આ ફંડમાં સારું વળતર મેળવી શકો છો. ચાલો હવે સૌથી પહેલા બ્લુચિપ અથવા લાર્જ કેપ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણીએ. બ્લુચિપ ફંડ શું છે? આ લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ જ છે, જોકે, કેટલાક લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડે તેમના નામ સાથે બ્લુચિપ પણ જોડ્યું છે. જેમ કે એક્સિસ બ્લુચિપ ફંડ, ICICI પ્રુ બ્લુચિપ ફંડ, SBI બ્લુચિપ ફંડ, કોટક બ્લુચિપ ફંડ અથવા ફ્રેન્કલિન બ્લુચિપ ફંડ. બ્લુચિપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો માટે રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલી રકમનો ઓછામાં ઓછો 80% ટોપ 100 કંપનીઓમાં રોકાણ કરવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે તેમના શેરોમાં ઓછો ઉતાર-ચઢાવ હોય છે, તેથી તેમાં પૈસા રોકવાથી નુકસાન થવાની સંભાવના, ખાસ કરીને લાંબા ગાળે ઓછી રહે છે. ઓછા જોખમ સાથે વધુ સારું વળતર બ્લુચિપ કંપનીઓ એવી કંપનીઓને કહેવાય છે જેમનું કદ ખૂબ મોટું હોય છે અને જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. એવું માનવામાં આવે છે કે તેમના શેરોમાં ઓછો ઉતાર-ચઢાવ હોય છે, તેથી તેમાં પૈસા રોકવાથી નુકસાન થવાની સંભાવના, ખાસ કરીને લાંબા ગાળે ઓછી રહે છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે રોકાણકારો પાસેથી એકત્ર કરાયેલી રકમનો ઓછામાં ઓછો 80% ટોપ 100 કંપનીઓમાં રોકાણ કરવો જરૂરી છે. જોકે, રોકાણ કરતા પહેલા ફંડનું પાછલું પ્રદર્શન, ફંડ મેનેજરની નિપુણતા અને એક્સપેન્સ રેશિયો જોવો જોઈએ. આમાં કોણે રોકાણ કરવું જોઈએ? બ્લુચિપ ફંડ્સમાં તેમને પૈસા રોકવાની સલાહ આપવામાં આવે છે, જેઓ ઓછા જોખમ સાથે શેરબજારમાં રોકાણ કરવા માંગે છે. આ સ્કીમ્સમાં ઓછામાં ઓછા 3 થી 5 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. જોકે, આમાં કોઈ લોક-ઇન પિરિયડ હોતો નથી, તેથી તમે જરૂર પડ્યે પૈસા કાઢી શકો છો. ધ્યાન રાખો કે ટૂંકા ગાળામાં શેરબજારમાં થતી વધઘટની અસર તમારા રોકાણ પર વધુ પડી શકે છે, જ્યારે લાંબા ગાળે આ જોખમ ઓછું થઈ જાય છે.