'ભાગમ ભાગ 2' માંથી 'બાબલા'ની એક્ઝિટ!:મનોજ બાજપેયી ગોવિંદાને રિપ્લેસ કરશે, અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે મળી ધમાલ મચાવશે
કોમેડી ફિલ્મ ‘ભાગમ ભાગ’ની સિક્વલ બનવા જઈ રહી છે. ‘ભાગમ ભાગ 2’માં અક્ષય કુમાર અને પરેશ રાવલની વાપસી થશે, જ્યારે સિક્વલમાં ગોવિંદાની જગ્યાએ મનોજ બાજપેયીને કાસ્ટ કરવામાં આવ્યા છે. ‘ભાગમ ભાગ’માંથી બાબલાની એક્ઝિટ! ‘વેરાયટી ઇન્ડિયા’એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ‘ભાગમ ભાગ 2’માં અક્ષય કુમાર અને પરેશ રાવલ પહેલા ભાગની જેમ જ જોવા મળશે. જ્યારે, ફિલ્મમાં મનોજ બાજપેયીની એન્ટ્રી થશે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે મીનાક્ષી ચૌધરી લીડ રોલમાં હશે. મનોજ બાજપેયીની સામે એક્ટ્રેસને લઈને વાતચીત ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહિને મુંબઈમાં શરૂ થશે. સિક્વલની વાર્તા ખોટી ઓળખ, કોમેડી ઓફ એરર્સ અને વધતી અફરાતફરી પર આધારિત હશે, જે મૂળ ફિલ્મના ઇમોશનને જાળવી રાખશે. ‘ભાગમ ભાગ 2’નું ડિરેક્શન રાજ શાંડિલ્ય કરશે નોંધનીય છે કે, ‘ભાગમ ભાગ’ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું ડિરેક્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે, ‘ભાગમ ભાગ 2’નું ડિરેક્શન રાજ શાંડિલ્ય કરશે. પ્રિયદર્શન આ વખતે ફિલ્મ સાથે જોડાયેલા નથી, કારણ કે તેઓ પહેલાથી જ અક્ષય સાથે અન્ય ફિલ્મોમાં વ્યસ્ત છે. પ્રિયદર્શન અને અક્ષય હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’માં સાથે કામ કરી રહ્યા છે, જે 15 મે 2026ના રોજ રિલીઝ થવાની છે. આ ઉપરાંત, પ્રિયદર્શન થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ પર પણ કામ કરી રહ્યા છે, જેમાં અક્ષય અને સૈફ અલી ખાન જોવા મળશે અને આ ફિલ્મ પણ 2026માં રિલીઝ થઈ શકે છે. ફિલ્મ ‘ભાગમ ભાગ’માં લારા દત્તા, રાજપાલ યાદવ, જેકી શ્રોફ અને અરબાઝ ખાન પણ મહત્ત્વની ભૂમિકામાં હતાં. તેનો સ્ક્રીનપ્લે નીરજ વોરાએ લખ્યો હતો. ફિલ્મનું સંગીત પ્રીતમે આપ્યું હતું. ₹32 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ ₹67 કરોડથી વધુની કમાણી કરી હતી. જોકે, વિવેચકોનો અભિપ્રાય મિશ્ર રહ્યો, પરંતુ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ઘણા મીમ બન્યા અને દર્શકોમાં તેને કલ્ટ કોમેડીનો દરજ્જો મળ્યો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

