ભાણિયાના લગ્નમાં નીતા અંબાણીએ ઠુમકા લગાવ્યા:રણવીરની કેમિસ્ટ્રીએ રંગ જમાવ્યો, મહેમાનો આંખો ફાડીને જોતાં રહી ગયા; જુઓ VIDEO

Last Updated: February 16, 2026By

મુંબઈમાં આ અઠવાડિયે એક હાઈ-પ્રોફાઈલ લગ્નની ખૂબ ચર્ચા થઈ, આ લગ્નમાં અંબાણી પરિવારનો એક અલગ જ સ્વેગ જોવા મળ્યો. આ લગ્ન મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સાલગાવકર અને બનેવી દત્તારાજ સાલગાવકરના પુત્ર વિક્રમના હતા. પ્રી-વેડિંગથી લઈને લગ્ન અને રિસેપ્શનમાં અંબાણી પરિવારનો જલવો જોવા મળ્યો. ભાણેજ વિક્રમના લગ્નના ફંક્શનમાં નીતા અંબાણીએ પોતાના ડાન્સથી રંગ જમાવ્યો. નીતા-રણવીરનો ડાન્સ વીડિયો વાયરલ
આ ખાસ પ્રસંગે નીતા અંબાણી અને બોલિવૂડ એક્ટર રણવીર સિંહે પોતાની હાજરીથી સાંજને વધુ યાદગાર બનાવી દીધી. રણવીર સાથે નીતા અંબાણીએ સ્ટેજ પર ખૂબ ડાન્સ કર્યો, તે બંનેનો જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ડાન્સ ફ્લોર પર તેમની એનર્જી, કોન્ફિડન્સ અને સ્ટાઈલ એવી હતી કે માણે આખી મહેફિલમાં ચમક વિખેરાઈ ગઈ હોય. ‘ગલ્લાં ગુડ્ડિયાં’ પર નાચ્યા મિસીસ અંબાણી
નવી વહુ શ્વેના પોય રૈતુરકરના સ્વાગતમાં મામી નીતાએ રણવીર સિંહના ગીત ‘ગલ્લાં ગુડ્ડિયાં’ પર ડાન્સ કર્યો. વીડિયોમાં નીતા અને રણવીર બંને ‘ગલ્લાં ગુડ્ડિયાં’ ગીતના સિગ્નેચર સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે. નીતા પોતાના ડાન્સથી રણવીરને પૂરી ટક્કર આપી રહ્યા છે અને તેમના ડાન્સ મૂવ્સ લોકોને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે. બંનેની કેમેસ્ટ્રી અને અંદાજે આખા માહોલને એનર્જેટિક બનાવી દીધો. સીક્વિન સાડીમાં લાગ્યા ગ્લેમરસ
નીતા અંબાણી હંમેશની જેમ અત્યંત ગ્રેસફુલ અંદાજમાં જોવા મળ્યા. ઓફ-વ્હાઈટ કલરની સાડીમાં નીતા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, જેના પર ઝીણું ભરતકામ અને સીક્વિન વર્ક છે. નીતાના લુકને ખુલ્લા વેવી વાળ અને હળવો મેકઅપ વધુ નિખારી રહ્યા હતા. સ્ટાઈલિશ અને ડેશિંગ લાગ્યા રણવીર સિંહ
રણવીર સિંહ પણ હંમેશની જેમ આ વખતે પણ પોતાના ટોપ ક્લાસ અવતારમાં જોવા મળ્યો, જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આ પાર્ટીમાં બ્લેક આઉટફિટમાં રણવીર અત્યંત સ્ટાઈલિશ અને ડેશિંગ લાગી રહ્યો હતો. દરેક પાર્ટીમાં રણવીર પૂરા જોશ સાથે ડાન્સ કરતો દેખાય છે અને આ વખતે પણ તેની બોડી લેંગ્વેજ અને એક્સપ્રેશને સૌના દિલ જીતી લીધા.