ભારતી અને હર્ષના આંગણે ઉત્સવ!:કોમેડિયને બીજા દીકરાનું નામકરણ કર્યું, હર્ષ બંને દીકરાઓ સાથે ટ્વિનિંગ કરતા જોવા મળ્યો
કોમેડિયન ભારતી સિંહ અને તેનો રાઇટર-એન્કર પતિ હર્ષ લિમ્બાચિયા તાજેતરમાં બીજી વાર માતા-પિતા બન્યા છે. કપલે બુધવારે તેમના બીજા દીકરા માટે નામકરણ સમારોહનું આયોજન કર્યું. આ ખાસ અવસરની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા, તેમણે તેમના લાડકાનું નામ પણ જાહેર કર્યું છે. ઓળી જોળી પીપળ પાન, ફઈએ પાડ્યું યશવીર નામ ભારતી અને હર્ષે ઇન્સ્ટાગ્રામ પર નામકરણ સમારોહની તસવીરો શેર કરતા કેપ્શનમાં ‘યશવીર’ લખ્યું. નામની સાથે તેમણે હાર્ટ ઇમોજી મૂક્યું છે. જોકે કપલે દીકરાનો ચહેરો બતાવ્યો નથી. સેરેમની માટે હર્ષ તેના બંને દીકરાઓ લક્ષ્ય અને યશવીર સાથે લવન્ડર અને સફેદ કુર્તા-પાયજામામાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યો. જ્યારે ભારતી લાલ પરંપરાગત પંજાબી સલવાર સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક તસવીરમાં મોટો દીકરો લક્ષ્ય તેના નાના ભાઈ યશવીરને ખોળામાં લઈને પોઝ આપી રહ્યો છે. હવે આ તસવીરો પર ચાહકો અને સેલેબ્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. તો બીજી તરફ, મલાઈકા અરોરા, સુનીલ શેટ્ટી, ઈશા સિંહ સહિત અનેક સેલેબ્સે હાર્ટ ઇમોજી શેર કર્યા. એક ફેને લખ્યું, ‘યશવીર… ટચવુડ, કોઈની નજર ન લાગે,’ તો બીજાએ લખ્યું- ‘લક્ષ્ય અને યશવીર, કેટલા સુંદર નામ છે.’ નોંધનીય છે કે, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાની મુલાકાત એક કોમેડી શોના સેટ પર થઈ હતી, જ્યાં ભારતી પર્ફોર્મર હતી અને હર્ષ રાઈટર હતો. મિત્રતાથી શરૂ થયેલો આ સંબંધ વર્ષ 2017માં લગ્ન સુધી પહોંચ્યો. આ કપલે 2022માં તેમના પહેલા દીકરા લક્ષ્યનું સ્વાગત કર્યું હતું, જ્યારે 2025માં તેમના ઘરે બીજા દીકરા યશવીરનો જન્મ થયો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, બીજી ડિલિવરીના માત્ર ત્રણ અઠવાડિયા પછી જ ભારતી કામ પર પાછી ફરી હતી. તે આ દિવસોમાં રિયાલિટી કુકિંગ શો ‘લાફ્ટર શેફ સીઝન 3’ ને હોસ્ટ કરી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

