ભારતે એશિયન ગેમ્સમાં 11મો ગોલ્ડ જીત્યો:તીરંદાજીમાં ચોથો ગોલ્ડ મેડલ, મહિલા રિકર્વ ટીમે કોરિયાને હરાવ્યું

Last Updated: October 1, 2026By

ભારતે એશિયન ગેમ્સ 2026માં 11મો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. શુક્રવારે ભારતીય મહિલા ટીમે રિકર્વની ફાઇનલમાં સાઉથ કોરિયાને 5-3થી હરાવ્યું. આ ટીમમાં અંકિતા ભગત, કીર્તિ અને કુમકુમ સામેલ હતાં. ઇન્ડિયાને વર્તમાન એડિશનમાં તીરંદાજીમાં ચોથો ગોલ્ડ મળ્યો છે. તેણે કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટના ત્રણેય ગોલ્ડ જીત્યા છે. થોડી જ વારમાં મિક્સ્ડ રિકર્વ અને મેન્સ રિકર્વ ટીમની મેચ પણ રમાશે. ગેમ્સના 13મા દિવસે ભારત મેડલ ટેલીમાં 7મા સ્થાને છે. તેના ખાતામાં 67 મેડલ છે. જેમાં 11 ગોલ્ડ, 23 સિલ્વર અને 33 બ્રોન્ઝ સામેલ છે.