ભારતે 154 રનનો ટાર્ગેટ માત્ર 10 ઓવરમાં ચેઝ કર્યો:સતત 11મી T20 સિરીઝ જીતી, અભિષેકે 14 બોલમાં ફિફ્ટી ફટકારી, કેપ્ટન સૂર્યાની સતત બીજી ફિફ્ટી
ભારતે ન્યૂઝીલેન્ડ સામે 154 રનનો ટાર્ગેટ માત્ર 10 ઓવરમાં જ ચેઝ કરી લીધો. રવિવારે ગુવાહાટીમાં અભિષેક શર્માએ માત્ર 14 બોલમાં ફિફ્ટી ફટકારી. બરસાપારા સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડ માત્ર 153 રન બનાવી શક્યું હતું. ભારતે માત્ર 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. અભિષેકે 68, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 57 અને ઈશાન કિશને 28 રન બનાવ્યા. બોલિંગમાં જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યા અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 48 રન બનાવ્યા. મેટ હેનરી અને ઈશ સોઢીને 1-1 વિકેટ મળી. ભારતે ત્રીજી T20 જીતીને 5 મેચની સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ પણ મેળવી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સતત 11મી T20 સિરીઝ જીતી લીધી છે. ભારતે પહેલી મેચ 48 રનથી અને બીજી મેચ 7 વિકેટથી જીતી હતી. ચોથી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતના મેચ વિનર્સ ભારતની સૌથી ઝડપી ટીમ ફિફ્ટી ભારતે માત્ર 3.1 ઓવરમાં જ ટીમ ફિફ્ટી પૂરી કરી લીધી, જે ટીમની સૌથી ઝડપી T20 ફિફ્ટી છે. 2023માં બાંગ્લાદેશ સામે ટીમે 3.4 ઓવરમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. ઈશાન કિશન 28 રન બનાવી અને સંજુ સેમસન ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા. મેટ હેનરી અને ઈશ સોઢીને 1-1 વિકેટ મળી. અભિષેકે ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો. 2007માં યુવરાજ સિંહ 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. અભિષેકે ન્યૂઝીલેન્ડ સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો. ડેવિડ વોર્નર 20 બોલમાં હાફ સેન્ચુરી લગાવી ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડને સતત પાંચમી T20 સિરીઝ હરાવી ભારતે અજેય સરસાઈ મેળવીને ન્યૂઝીલેન્ડને સતત પાંચમી T20 સિરીઝમાં હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે 2019માં ભારતને છેલ્લી વાર પોતાના હોમગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. ટીમ ભારતમાં એક પણ T20 સિરીઝ જીતી શકી નથી. ટીમ ઈન્ડિયાએ ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામે 2-2થી છેલ્લી વાર સિરીઝ ડ્રો રમી હતી. ત્યારથી ટીમ 9 બાઇલેટરલ સિરીઝની સાથે 2 ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. ભારતને છેલ્લી સિરીઝ હાર જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડીઝ સામે મળી હતી. ત્યારબાદથી ભારતને સતત 15 T20 સિરીઝમાં હાર મળી નથી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ. ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, ટીમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિચેલ, માર્ક ચેપમેન, કાઇલ જેમિસન, જેકબ ડફી, ઈશ સોઢી અને મેટ હેનરી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

