ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું જોઈન્ટ સ્ટેટમેન્ટ 4-5 દિવસમાં આવશે:પીયૂષ ગોયલે કહ્યું- પહેલો તબક્કો મિડ માર્ચ સુધીમાં ફાઈનલ થવાની શક્યતા
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે (5 ફેબ્રુઆરી) જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (બાઈલેટરલ ટ્રેડ ડીલ) પર સંયુક્ત નિવેદન આગામી 4-5 દિવસમાં ફાઈનલ થઈ શકે છે અને તેના પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે જણાવ્યું કે આ ડીલનો પ્રથમ તબક્કો છે અને તેનું કાનૂની લખાણ મધ્ય માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે. ગોયલે સંસદમાં અને મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી. પીયૂષ ગોયલે કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીત ઝડપથી ચાલી રહી છે. સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર થયા પછી અમેરિકા ભારતીય માલસામાન પર ટેરિફ ઘટાડીને 18% કરી દેશે. ગોયલે જણાવ્યું કે આ વર્ચ્યુઅલ રીતે પણ હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા આ ડીલ બંને માટે ફાયદાકારક રહેશે. કૃષિ-ડેરી ક્ષેત્ર સુરક્ષિત રહેશે ગોયલે સ્પષ્ટ કર્યું કે એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટરને આ ડીલમાં સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ફ્રેમવર્ક અન્ડરસ્ટેન્ડિંગમાં બંને દેશોના ક્રિટિકલ અને સંવેદનશીલ સેક્ટર સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે આ ડીલમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ નથી. ટેરિફ કટ્સથી શું ફાયદો થશે અમેરિકા તરફથી ઇન્ડિયન ગુડ્સ પર ટેરિફ ઓછો થયા પછી ભારત પણ અમેરિકી ઇન્ડસ્ટ્રિયલ અને એગ્રીકલ્ચર ગુડ્સ પર ટેરિફ ઝીરો કરશે. તેમાં ટ્રી નટ્સ, વાઇન, ફ્રુટ્સ, વેજીટેબલ્સ વગેરેનો સમાવેશ થાય છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે તેને બિગ વિન ગણાવ્યું. ગોયલે કહ્યું કે તેનાથી MSME, એન્ટરપ્રેન્યોર્સ, સ્કિલ્ડ વર્કર્સ અને ઇન્ડસ્ટ્રીને નવી તકો મળશે. વાટાઘાટો ક્યારથી ચાલી રહી છે આ વાટાઘાટો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં PM નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતથી શરૂ થઈ હતી. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ડીલની જાહેરાત કરી હતી. ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કર્યું છે અને વેનેઝુએલા જેવા વૈકલ્પિક બજારો શોધી રહ્યું છે. ગોયલે કહ્યું કે આ ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે અને વિકસિત ભારત 2047ની યાત્રામાં મદદ કરશે. ભવિષ્યમાં શું થશે સંયુક્ત નિવેદન પછી કાનૂની કરાર પર કામ ઝડપી બનશે. મધ્ય માર્ચ સુધીમાં પ્રથમ તબક્કાનો ઔપચારિક કરાર થઈ શકે છે. ગોયલે કહ્યું કે વહેલા કરારથી આગળ વધુ છૂટછાટો મળી શકે છે. બંને દેશો વિશ્વની બે સૌથી મોટી લોકશાહી છે અને આ ડીલ તેમની વચ્ચે મજબૂત ભાગીદારી દર્શાવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

