ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચમાં દર્શકોને ફ્રી એન્ટ્રી:શ્રીલંકા ક્રિકેટ બોર્ડનો નિર્ણય; 15 ઑગસ્ટથી ગૉલમાં પહેલો મુકાબલો
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં દર્શકોને મફત પ્રવેશ મળશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે નોટિફિકેશન જાહેર કરીને તેની જાહેરાત કરી છે. ભારત આ સિરીઝમાં બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ 15 ઑગસ્ટથી ગૉલમાં, જ્યારે બીજી મેચ કોલંબોમાં 23 ઑગસ્ટથી રમાશે. ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દર્શકોને ગેટ નંબર-4થી મફત પ્રવેશ મળશે. કોલંબોના SSC મેદાનમાં ગેટ નંબર 3, 4, 5 અને 7થી ટિકિટ વિના પ્રવેશ આપવામાં આવશે. બોર્ડે દર્શકોને મોટી સંખ્યામાં મેચ જોવા આવવા અપીલ કરી છે. ભારત WTC પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબર પર ભારત હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. શ્રીલંકા છઠ્ઠા નંબર પર છે. WTCના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે આ સિરીઝ જીતવી જરૂરી છે. 2017માં ભારતે ક્લીન સ્વીપ કર્યું હતું ભારતે 2017માં શ્રીલંકાના અગાઉના ટેસ્ટ પ્રવાસ પર 3-0થી સિરીઝ જીતી હતી. ટીમે ગૉલમાં 304 રન, કોલંબોમાં એક ઇનિંગ્સ અને 53 રનથી જીત નોંધાવી હતી. પછી પલ્લેકેલેમાં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 171 રનથી હરાવ્યું. શ્રીલંકા અગાઉની સિરીઝ હારીને આવી રહ્યું છે. ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0થી હાર મળી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

