ભારત સુપર-8માં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝ સામે ટકરાશે:ઓસ્ટ્રેલિયા બહાર થયું તેથી ઝિમ્બાબ્વે સામે પણ મુકાબલો, જુઓ ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ
T20 વર્લ્ડ કપમાં સુપર-8 સ્ટેજની 7 ટીમો નક્કી થઈ ગઈ છે. છેલ્લી ટીમનો નિર્ણય બુધવારે પાકિસ્તાન-નામિબિયા મેચથી થશે. જો પાકિસ્તાન જીતશે તો ટીમ સુપર-8ના ગ્રુપ-2માં પહોંચશે. જો નામિબિયા જીતી જશે તો અમેરિકા ગ્રુપ-2માં પહોંચી જશે. ટીમ ઇન્ડિયા ગ્રુપ-1માં રહેશે. જ્યાં તેનો સામનો સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેથી થશે. ગ્રુપ-1માં પહેલા ઓસ્ટ્રેલિયાના આવવાની અપેક્ષા હતી, પરંતુ ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ છે. તેની જગ્યાએ ગ્રુપ-બીમાંથી ઝિમ્બાબ્વેએ સુપર-8ના ગ્રુપ-1માં ક્વોલિફાય કર્યું છે. 21 ફેબ્રુઆરીથી સેકન્ડ રાઉન્ડ શરૂ થશે 7 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં 20 ફેબ્રુઆરી સુધી ગ્રુપ સ્ટેજના મુકાબલા રમાશે. 21 ફેબ્રુઆરીથી સુપર-8 સ્ટેજ શરૂ થશે. પહેલા દિવસે ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાન અથવા અમેરિકાનો મુકાબલો રમાશે. ગ્રુપ-2માં ન્યુઝીલેન્ડ ઉપરાંત ઇંગ્લેન્ડ અને શ્રીલંકાએ પણ ક્વોલિફાય કરી લીધું છે. ભારતની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામે સુપર-8 સ્ટેજમાં 22 અને 26 ફેબ્રુઆરી તેમજ 1 માર્ચના રોજ 2-2 મેચ રમાશે. 20 થી 28 ફેબ્રુઆરી સુધીના બાકીના દિવસોમાં 1-1 મેચ જ રમાશે. ટીમ ઇન્ડિયા 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે પ્રથમ મેચ રમશે. ટીમ પછી 26 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ભારતની છેલ્લી સુપર-8 મેચ 1 માર્ચના રોજ કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામે હશે. સુપર-8માં 12 મેચ રમાશે સુપર-8 સ્ટેજમાં 4-4 ટીમોના 2 ગ્રુપ બનશે. દરેક ટીમ પોતાના ગ્રુપમાં એકબીજા સામે 3-3 મેચ રમશે. એટલે કે એક ગ્રુપમાં 6 મેચ રમાશે. આ રીતે બંને ગ્રુપ મળીને 12 મેચ રમાશે. બંને ગ્રુપની 2-2 ટોપ ટીમો આગલા રાઉન્ડમાં એન્ટ્રી કરશે. 4 માર્ચે પહેલી સેમિફાઇનલ રમાશે, જ્યારે 5 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમિફાઇનલ રમાશે. આ મેચો જીતનારી ટીમ 8 માર્ચે ફાઇનલમાં ટકરાશે. જો પાકિસ્તાને નોકઆઉટ રાઉન્ડમાં એન્ટ્રી કરી તો તેની બધી મેચો કોલંબોમાં રમાશે. ગ્રુપ સ્ટેજમાં 10 ટીમો બહાર ટુર્નામેન્ટમાં 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ગ્રુપ-એમાંથી ટીમ ઇન્ડિયાએ ક્વોલિફાય કર્યું, જ્યારે નામિબિયા 3 મેચ હારીને બહાર થઈ ગઈ. પાકિસ્તાન, અમેરિકા અને નેધરલેન્ડમાંથી છેલ્લી ટીમનો નિર્ણય થશે. ગ્રુપ-બીમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વેએ ક્વોલિફાય કર્યું. ગ્રુપ-સીમાંથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ આગલા રાઉન્ડમાં પહોંચ્યા. જ્યારે ગ્રુપ-ડીમાંથી ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાએ સુપર-8માં પ્રવેશ કર્યો. ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, ઓમાન, સ્કોટલેન્ડ, ઇટાલી, નેપાળ, અફઘાનિસ્તાન, UAE અને કેનેડા ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયા. ભારતે સતત 3 મેચ જીતી ટીમ ઇન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં સતત 3 મેચ જીતી. ટીમે પ્રથમ મેચમાં અમેરિકાને 29 રનથી હરાવ્યું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી. ભારતે બીજી મેચમાં નામિબિયાને 93 રનથી હરાવ્યું, અહીં હાર્દિક પંડ્યાએ ફિફ્ટી ફટકારવાની સાથે 2 વિકેટ લીધી. ટીમે ત્રીજી મેચમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. અહીં પ્લેયર ઓફ ધ મેચ ઈશાન કિશને 77 રનની ઇનિંગ રમી. ———————————————– સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડકપમાંથી બહાર, ઝિમ્બાબ્વે સુપર-8માં પહોંચ્યું 2021 ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપ 2026 ના લીગ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ છે. મંગળવારે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં મેચનો ટોસ પણ થઈ શક્યો નહીં. આ સાથે ઝિમ્બાબ્વે સુપર-8 માં પહોંચી ગયું છે. વાંચો પૂરા સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

