ભૂટાને ભારત પાસેથી E20 પેટ્રોલ લેવાની ના પાડી:ગાડીઓ ખરાબ થવાનો ખતરો જણાવ્યો, કહ્યું- ઉપલબ્ધ છે ત્યાં સુધી નોર્મલ પેટ્રોલ જ આપો

Last Updated: July 4, 2026By

ભારત સરકારના E20 એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના નિર્ણય પર જ્યાં દેશમાં વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે, ત્યાં પડોશી દેશ ભૂટાને ભારતીય ઓઇલ કંપનીઓ (OMCs) પાસેથી E20 પેટ્રોલ લેવાનો ઇનકાર કર્યો છે. ભૂટાનના મીડિયા ‘ધ ભૂટાનીઝ’ના અહેવાલ મુજબ, ભૂટાને ભારતને વિનંતી કરી છે કે જ્યાં સુધી ભારતીય બજારમાં નોર્મલ પેટ્રોલ ઉપલબ્ધ છે, ત્યાં સુધી તેમને ભેળસેળ વગરનું જૂનું પેટ્રોલ જ સપ્લાય કરવામાં આવે. જૂનું સ્ટોરેજ અને પાણીનું લીકેજ સૌથી મોટું કારણ ભૂટાનના અધિકારીઓ અનુસાર, દેશનું ફ્યુઅલ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું જૂનું છે. ત્યાંના પેટ્રોલ પંપના ફ્યુઅલ ટેન્ક જમીનની નીચે (અંડરગ્રાઉન્ડ) બનેલા છે, જેમાં પાણી લીક થવાનો એટલે કે સીપેજનો ખતરો રહે છે. નોર્મલ પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય છે, જે હવા અથવા આસપાસની ભેજને ખૂબ ઝડપથી શોષી લે છે. જો E20 પેટ્રોલને એવી ટાંકીઓમાં રાખવામાં આવે જ્યાં પાણીનું લીકેજ હોય, તો પેટ્રોલમાં પાણી ભળી જશે. આ પાણીને પેટ્રોલથી અલગ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. આ ઉપરાંત, ટાંકીમાં પાણી હોવાથી સ્ટીલની ટાંકીઓ અને પાઇપલાઇનોમાં કાટ લાગવાનો ખતરો પણ વધી જાય છે, જેનાથી ગાડીઓના એન્જિન ખરાબ થઈ શકે છે. પહાડી રસ્તાઓ પર ગાડીઓના પર્ફોર્મન્સની ચિંતા ભૂટાનનો વિસ્તાર સંપૂર્ણપણે પહાડી અને ઊંચો-નીચો છે. આવા ચઢાણવાળા રસ્તાઓ પર ગાડીઓને ચલાવવા માટે મેક્સિમમ પાવર એટલે કે વધુ તાકાતની જરૂર હોય છે. ભૂટાની અધિકારીઓને ડર છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પહાડી રસ્તાઓ પર ગાડીઓને તે પર્ફોર્મન્સ અને પાવર આપી શકશે નહીં, જે નોર્મલ પેટ્રોલ આપે છે. ભારતમાં E20 પેટ્રોલનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? ભારતમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલના આ મિશ્રણ (E20)નો વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને 2023 પહેલા બનેલી પેટ્રોલ ગાડીઓના માલિકો પરેશાન છે. તેમનો દાવો છે કે આ ફ્યુઅલથી ગાડીઓનું માઇલેજ ઓછું થઈ રહ્યું છે, મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે અને એન્જિનના પાર્ટ્સ જલ્દી ખરાબ થઈ રહ્યા છે. જોકે, ભારત સરકારનું કહેવું છે કે ઇથેનોલથી માઇલેજમાં નજીવો ઘટાડો ચોક્કસ આવે છે, પરંતુ તેનાથી ગાડીનો પિકઅપ અને એન્જિન પરફોર્મન્સ સુધરે છે. ભૂટાનને કેવી રીતે ખબર પડશે કે પેટ્રોલમાં ભેળસેળ છે? ભૂટાન તેની જરૂરિયાતનું સંપૂર્ણ ઇંધણ ભારત પાસેથી જ ખરીદે છે. હાલમાં ભૂટાન ભારત પાસેથી મોંઘા અને હાઈ-એક્સપોર્ટ ગુણવત્તાવાળા પેટ્રોલ-ડીઝલની ખરીદી કરે છે, જે ભારતીય પેટ્રોલ પંપો પર મળતા ઇંધણ કરતાં વધુ શુદ્ધ અને મોંઘું હોય છે. અધિકારીઓનું કહેવું છે કે જો ભારત ભૂલથી E20 પેટ્રોલ ભૂટાન મોકલી પણ દે છે, તો તેને સરળતાથી પકડી શકાય છે. ઇથેનોલવાળા પેટ્રોલમાં સહેજ પણ પાણી ભળતા જ તેનો રંગ બદલાઈ જાય છે, જેનાથી ટેસ્ટ દરમિયાન તરત જ પકડાઈ જશે. એડવાન્સ નોટિસ અને લીક-પ્રૂફ ટેન્કની માગ પડકારોને ધ્યાનમાં રાખીને ભૂટાન સરકારે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને જણાવ્યું છે કે જો તેઓ ભવિષ્યમાં ઇથેનોલનું બ્લેન્ડિંગ ટકાવારી વધારે છે અથવા સંપૂર્ણપણે ઇથેનોલ પેટ્રોલ જ સપ્લાય કરવાનો નિર્ણય કરે છે, તો તેની જાણકારી અગાઉથી આપવામાં આવે. સાથે જ ભૂટાને ભારત પાસેથી લીક-પ્રૂફ ટેન્ક ઉપલબ્ધ કરાવવા માટે પણ વિનંતી કરી છે.

Leave A Comment