ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ પર ભડકી મલાઈકા અરોરા:ફોટો માટે ડોગને નિર્દયતાથી ઢસડવામાં આવ્યો, એક્ટ્રેસે કહ્યું- વાહિયાત માણસ કોણ છે?

Last Updated: July 24, 2026By

એક્ટ્રેસ મલાઈકા અરોરા તાજેતરમાં ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ પર ભડકી ગઈ છે. એટલું જ નહીં એક્ટ્રેસ તેમને ઓળખી પણ શકી નહીં અને તેમના અસ્તિત્વ પર સવાલ ઉભા કર્યા. તાજેતરમાં ખેસારી લાલ યાદવ એક ઇવેન્ટનો ભાગ બન્યા હતા. જેમ જ તેઓ પોઝ આપવા માટે કેમેરામેન સામે પહોંચ્યા, તો તેમણે જોયું કે જે જગ્યાએ બેકગ્રાઉન્ડ બેનર લાગેલું છે, બરાબર તે જ જગ્યાએ એક સ્ટ્રીટ ડોગ બેઠું છે. ખેસારી લાલ યાદવે પોતે તો કૂતરાને સ્પર્શ પણ ન કર્યો, પરંતુ ત્યાં હાજર ટીમે તે કૂતરાને નિર્દયતાથી ઘસડીને ત્યાંથી અલગ કરી દીધો. ખેસારી લાલ યાદવ શાંત ઊભા રહીને જોતા રહ્યા અને કૂતરાને હટાવ્યા પછી તેમણે ત્યાં પોઝ આપ્યા. ઇવેન્ટનો વીડિયો સામે આવ્યા પછી મલાઈકા ભડકી ગઈ. મલાઈકાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ખેસારી લાલ યાદવનો તે વીડિયો શેર કરીને ભડકતા લખ્યું છે, ‘આ લોકો કોણ છે અને આ માણસ કોણ છે, જે ઊભો રહીને પોઝ આપી રહ્યો છે. વાહિયાત.’ આટલું જ નહીં. ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો રી-શેર કરવા ઉપરાંત મલાઈકા અરોરાએ શેર કરાયેલા વીડિયો પર પણ બે કમેન્ટ કરી. પહેલી કમેન્ટમાં મલાઈકાએ લખ્યું, ‘વાહિયાત’. અને બીજી કમેન્ટમાં તેણે લખ્યું, ‘આ બેવકૂફ કોણ છે, શું તેના માટે પોઝ આપવો આટલો જરૂરી હતો.’ મલાઈકાની કોમેન્ટ સામે આવ્યા બાદ ઘણા લોકો ખેસારી લાલ યાદવની તરફેણ કરતા તેમની ઓળખ જણાવી રહ્યા છે. જ્યારે કેટલાક ટ્રોલર્સ એવા પણ છે, જે મલાઈકાને જ ટ્રોલ કરી રહ્યા છે. કોણ છે ખેસારી લાલ યાદવ?