'મને આજે પણ તારા પર ક્રશ છે':પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાના બર્થ ડે પર કિયારાનો સ્પેશિયલ મેસેજ, કેક કટ કરતી વખતે ખાસ ગીત પણ ગાયું
એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા આજે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસરે તેની પત્ની અને એક્ટ્રેસ કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ માટે પોસ્ટ શેર કરીને તેના જન્મદિવસને વધુ ખાસ બનાવી દીધો. ‘તું હજુ પણ મારો ક્રશ છે’ કિયારાએ પોસ્ટ સાથે એક ભાવનાત્મક અને સુંદર કેપ્શન લખ્યું. તેણે લખ્યું, ‘સરાયાહના મનપસંદ વ્યક્તિ અને અંદર-બહારથી સૌથી સુંદર. તું હજી પણ મારો ક્રશ છે. હવે આપણી નાનકડી દીકરી પણ તારા પર ફિદા છે. હેપ્પી બર્થડે, હસબન્ડ.’ પોસ્ટમાં કિયારાએ સિદ્ધાર્થની એક તસવીર શેર કરી છે, જેમાં તે કેમેરા સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, તેણે કેકની તસવીર પણ પોસ્ટ કરી છે, જેના પર ‘હેપ્પી બર્થડે લવ’, ‘સરાયાહના પપ્પા’ અને ‘ડેડી કૂલ’ જેવા સુંદર મેસેજ લખેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરો સાથે કિયારાએ બર્થડે સેલિબ્રેશનનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં કિયારા સિદ્ધાર્થ માટે ‘બાર-બાર દિન યે આયે’ ગીત ગાતી જોવા મળી રહી છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ફિલ્મમેકર કરણ જોહર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા કિયારાને ચીયર કરતા જોવા મળે છે. વીડિયોમાં સિદ્ધાર્થ અને કિયારા સાથે કેક કાપતા પણ જોવા મળ્યા. કિયારા અડવાણીની આ પ્રેમભરી પોસ્ટ પર ચાહકોની સાથે-સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓએ પણ સિદ્ધાર્થ મલ્હોત્રાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. નોંધનીય છે કે, કિયારા અડવાણીએ ગયા વર્ષે જુલાઈમાં દીકરીને જન્મ આપ્યો હતો. જન્મના 3 મહિના પછી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરીનું નામકરણ કરીને તેના નામની જાહેરાત કરી. કપલે દીકરીનું નામ સરાયાહ મલ્હોત્રા રાખ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

