'મર્દાની 3' એ 11 દિવસમાં 37 કરોડનો આંકડો વટાવ્યો:બીજા વીકએન્ડ પર 10.55 કરોડનું કલેક્શન કર્યું, 'બોર્ડર 2' સાથેના ક્લેશની અસર ન થઈ

Last Updated: February 9, 2026By

યશ રાજ ફિલ્મ્સની ‘મર્દાની 3’ને રિલીઝ થયાને 11 દિવસ થઈ ગયા છે. ફિલ્મે તેના બીજા વીકએન્ડ પર 10.55 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જેના પછી ભારતમાં ફિલ્મની કમાણી 37.10 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ‘મર્દાની 3’ એ બીજા શુક્રવારે 2.15 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે બીજા શનિવારે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને કલેક્શનમાં 79 ટકાના વધારા સાથે તે 3.85 કરોડ રૂપિયા નેટ સુધી પહોંચી ગયું. આ પછી રવિવારે કમાણી વધુ વધી અને ફિલ્મે 4.55 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું. ‘બોર્ડર 2’ સાથેના ક્લેશની અસર ન પડી ફિલ્મ ‘બોર્ડર 2’ના એક અઠવાડિયા પછી એટલે કે 30 જાન્યુઆરીએ રાની મુખર્જીની લોકપ્રિય ‘મર્દાની’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘મર્દાની 3’ રિલીઝ થઈ છે. આ ફિલ્મે 4 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કર્યું હતું. ઓપનિંગ ડે પર ‘મર્દાની 3’ એ બધી અપેક્ષાઓ વટાવીને મર્દાની ફ્રેન્ચાઇઝી અને રાની મુખર્જીની સોલો ફિલ્મોમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર બનવાનો રેકોર્ડ બનાવ્યો. ફિલ્મે પહેલા દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી, જે ભારતમાં કોઈ મહિલા-કેન્દ્રિત ફિલ્મ માટે એક શાનદાર અને ચોંકાવનારી શરૂઆત માનવામાં આવી રહી છે.