મહાકાલના શરણે કિંગ કોહલી:કુલદીપ યાદવ સાથે ઉજ્જૈનમાં ભસ્મ આરતી કરી, તિલક લગાવી નંદી હોલમાં કર્યો જાપ; સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ

Last Updated: January 17, 2026By

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાનારી મેચ પહેલાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા. બંનેએ ત્રિપુંડ (તિલક) લગાવ્યું. ત્યાર બાદ ભસ્મ આરતીમાં ભાગ લીધો. મેચ રવિવારે હોલકર સ્ટેડિયમમાં રમાવાની છે. વિરાટ અને કુલદીપ શનિવારે સવારે લગભગ 4 વાગ્યે ભસ્મ આરતી માટે મહાકાલ મંદિરે પહોંચ્યા. બે કલાક સુધી નંદી હોલમાં બેસીને આરતીમાં હાજરી આપી. આ દરમિયાન તેઓ જાપ કરતા જોવા મળ્યા. મંદિર સમિતિએ બંને ખેલાડીનું સન્માન કર્યું ભસ્મ આરતી પછી વિરાટ અને કુલદીપે ભગવાનને જળ અર્પણ કર્યું. પછી નંદીજીનું પૂજન અર્ચન કરીને ભગવાન મહાકાલનાં દેહરીથી દર્શન કર્યા. આ પ્રસંગે મહાકાલ મંદિર સમિતિ દ્વારા બંનેનું સન્માન કરવામાં આવ્યું. કુલદીપ યાદવે કહ્યું હતું કે મહાકાલ મંદિરે આવીને ખૂબ સારું લાગ્યું. ક્રિકેટની સાથે-સાથે પોતાની લાઇફમાં પણ સારું કરતા રહો, ભગવાન મહાકાલના આશીર્વાદ બધા પર બની રહે બસ આ જ માગ્યું છે. જણાવીએ કે આ પહેલાં પણ વિરાટ અને કુલદીપ મહાકાલ મંદિરમાં દર્શન કરવા આવી ચૂક્યા છે. કોચ ગંભીરે કર્યાં હતાં મા બગલામુખીનાં દર્શન ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ માટે ટીમ ઇન્ડિયા ઇન્દોર પહોંચી છે. આ પહેલાં શુક્રવારે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર આગર માલવા જિલ્લાના નલખેડા સ્થિત વિશ્વપ્રસિદ્ધ મા બગલામુખી મંદિરે પહોંચ્યા. અહીં તેઓ હવન-અનુષ્ઠાનમાં સામેલ થયા અને વૈદિક મંત્રોચ્ચાર કર્યા. પૂજા, અનુષ્ઠાન બાદ ગૌતમ ગંભીરે માતાના દરબારમાં થોડો સમય વિતાવ્યો. ગર્ભગૃહમાં મુખ્ય પૂજારી દિનેશ ગુરુએ તેમને માતાની ચૂંદડી ઓઢાડી. આ તરફ ક્રિકેટર કેએલ રાહુલ ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પહોંચ્યા. અહીં તેમણે પૂજા કરી હતી. તસવીરો જુઓ… સિરીઝ 1-1ની બરાબરી પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. બંને ટીમોએ અત્યારસુધી એક-એક મેચ જીતી છે. આવી સ્થિતિમાં આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે જે ટીમ આ મેચ જીતશે તે સિરીઝ પર કબજો કરશે. ————————————– સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ઇન્દોર આવેલા ગિલ 3 લાખનો વોટર પ્યુરિફાયર સાથે લાવ્યા: અહીં ગંદા પાણીથી અત્યારસુધીમાં 24નાં મોત; BCCIએ શેફ પણ મોકલ્યો ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝની છેલ્લી મેચ રમવા માટે ટીમ ઇન્ડિયા ઇન્દોર પહોંચી ગઈ છે. કેપ્ટન શુભમન ગિલ પોતાની સાથે લગભગ ત્રણ લાખ રૂપિયાની એક ખાસ વોટર પ્યુરિફિકેશન મશીન લઈને ઇન્દોર આવ્યા હતા. પાંચ દિવસીય મહાકાલ મહોત્સવ શરૂ: સીએમએ ભગવાનનું પૂજન કર્યું, બોલ્યા- ભોપાલની જેમ ઉજ્જૈનમાં પણ લાગશે વનમેળો શરૂઆત થઈ. આયોજન 18 જાન્યુઆરી સુધી મહાકાલ મહાલોક અને ત્રિવેણી સંગ્રહાલયમાં કરવામાં આવી રહ્યું છે. પહેલા દિવસે સીએમ ડો. મોહન યાદવે મહાકાલ મહોત્સવનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું. ડો. યાદવે ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં બે જ્યોતિર્લિંગ છે.