'મારી 15 મહિનાની દોહિત્રી PM મોદીની ભક્ત છે':સુનીલ શેટ્ટીએ કહ્યું, 'મંદિરમાંથી લાડુ લાવીને ફોટોને ખવડાવે છે, 'મોદીજી-મોદીજી'નું રટણ કરે છે'

Last Updated: June 27, 2026By

સુનીલ શેટ્ટીએ તાજેતરમાં જણાવ્યું છે કે, તેની 15 મહિનાની દોહિત્રી ઇવારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભક્ત છે. તે રોજ તેમની તસવીર જુએ છે અને તેમને ગણેશ મંદિરમાં ચઢાવેલા લાડુ લાવીને ખવડાવે છે. ‘મને જેટલો દેશ પ્રત્યે પ્રેમ છે, તેટલો જ નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ છે’ સુનીલ શેટ્ટીએ તાજેતરમાં ‘ટાઈમ્સ નાઉ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘મેં હંમેશા કહ્યું છે કે હું નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો પ્રશંસક છું. હું કોઈ પાર્ટીની વાત નથી કરતો, હું એ નેતાની વાત કરું છું, જે મારામાં જોશ ભરે છે. મને જેટલો મારા દેશ પ્રત્યે પ્રેમ છે, તેટલો જ તે વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે. તેમનામાં કંઈક તો વાત છે.’ ‘મારી દોહિત્રી મોદીજી-મોદીજીનું રટણ કરે છે’ તેણે આગળ કહ્યું, ‘તમે માનશો નહીં, મારી દોહિત્રી 15 મહિનાની છે. તેની નેની (સંભાળ રાખનારી વ્યક્તિ)એ એકવાર એરપોર્ટમાં તેને તેમની (PM નરેન્દ્ર મોદીની) તસવીર બતાવી હતી. આજે તે દરરોજ સવારે આવે છે, તેની પાસે એક સાંઈ બાબાની બુક છે, જેમાં મોદીજીનો મોટો ફોટો છે, તે તેને ખોલે છે, મોદીજી-મોદીજી બોલે છે.’ સુનીલે વધુમાં કહ્યું, ‘તે રોજ ગણપતિની મૂર્તિ પાસે જાય છે, ત્યાંથી લાડુ લઈને આવે છે અને તેમને ખવડાવે છે. ન મેં ક્યારેય કહ્યું, ન નેનીએ કંઈ કહ્યું. નેનીએ ફક્ત તેને ફોટો બતાવ્યો હતો. કંઈક તો વાત હશે. કંઈક તો છે. તે એકલી બાળકી નથી. અમે આજ સુધી તેને એક શબ્દ પણ નથી કહ્યો, પરંતુ તેમ છતાં તે મોદીજી બોલે છે. તેમનામાં કંઈક તો જાદુઈ છે. મારા પર તેમનો જાદુ ત્યારે શરૂ થયો, જ્યારે હું પહેલીવાર તેમને અમદાવાદમાં મળ્યો, હું ત્યાં કોઈ કામથી ગયો હતો. આ 2010ની વાત છે.’ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળ્યો સુનીલ શેટ્ટી સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં અક્ષય કુમાર, રવીના ટંડન, જેકલીન ફર્નાન્ડિસ, દિશા પટણી, પરેશ રાવલ, રાજપાલ યાદવ સહિત ઘણા કલાકારો છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં 15 કરોડ રૂપિયાનું નેટ બોક્સ ઓફિસ ઓપનિંગ કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે વર્લ્ડવાઈડ 29 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનો ક્લેશ હોલીવુડ ફિલ્મ ‘સુપર ગર્લ’ સાથે થયો છે. સુનીલ શેટ્ટીની દોહિત્રી ઇવારા 15 મહિનાની છે સુનીલ શેટ્ટીની દીકરી અને એક્ટ્રેસ અથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી માર્ચ 2025માં અથિયાએ દીકરી ઇવારાને જન્મ આપ્યો હતો. અથિયા, દીકરી માટે ‘નો-ફોટો’ પોલિસી ફોલો કરે છે. તેણે આજ સુધી દીકરીનો ચહેરો દેખાડ્યો નથી.