મીરાબાઈ રાષ્ટ્રગાન સાંભળીને રડ્યાં, નીરજને સિલ્વર:રમ્યા વિના જ લવલીનાનો મેડલ પાક્કો થયો, ગુલવીરને બે મેડલ; કોમનવેલ્થની 10 યાદગાર મોમેન્ટ્સ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 39 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ સતત ત્રીજો ગોલ્ડ જીત્યા બાદ રાષ્ટ્રગાન સાંભળીને રડી પડ્યા. જેવલિનમાં નીરજ ચોપરાને સિલ્વર મળ્યો. રનર ગુલવીર સિંહે ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. બીજી તરફ લવલીના બોરગોહેનનો બોક્સિંગમાં મેડલ ગેમ્સ શરૂ થાય તે પહેલા જ પાક્કો થઈ ગયો હતો. વાંચો આવી જ 10 યાદગાર મોમેન્ટ્સ… 1. મીરાબાઈ ગોલ્ડ જીત્યા બાદ રડી પડ્યા ભારતની સૌથી ભાવુક પળોમાંની એક મીરાબાઈ ચાનુની મેડલ ઇવેન્ટ રહી. વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ જીત્યા બાદ જ્યારે રાષ્ટ્રગાન વાગ્યું ત્યારે હંમેશા હસતી દેખાતી મીરાબાઈ રડી પડ્યા. 2. તેજસ્વિન શંકરે ઈજામાં પણ ઈતિહાસ રચ્યો તેજસ્વિન શંકરે ડેકાથલોનમાં ભારતનો પ્રથમ કોમનવેલ્થ મેડલ જીત્યો. તેણે ઈજાગ્રસ્ત ઘૂંટણ હોવા છતાં 10 ઈવેન્ટ્સમાં ભાગ લીધો. કેટલાક પ્રસંગોએ તેણે કોચિંગનું કામ પણ કર્યું. તે સાથી ખેલાડીઓને સલાહ આપતો પણ જોવા મળ્યો. 3. અસ્મિતા ડેએ જુડોનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો ત્રિપુરાની અસ્મિતા ડેએ ભારતને કોમનવેલ્થ ઇતિહાસનો પ્રથમ જુડો ગોલ્ડ અપાવ્યો. ફાઇનલમાં પાછળ રહ્યા પછી તેમણે શાનદાર વાપસી કરી. આર્થિક સંઘર્ષોમાંથી બહાર આવીને ગોલ્ડ જીતનાર અસ્મિતા ગ્લાસગોની સૌથી પ્રેરણાદાયક વાર્તાઓમાંની એક રહી. 4. નીરજ કરતાં વધુ ચર્ચા યશવીરની થઈ જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, પરંતુ સૌથી મોટો સરપ્રાઈઝ યશવીર સિંહ રહ્યા. છેલ્લા થ્રો પહેલાં તેઓ આઠમા સ્થાને હતા. છઠ્ઠા થ્રોમાં તેમણે 85.41 મીટરનું પર્સનલ બેસ્ટ પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ જીતી લીધો. 5. ગુલવીર સિંહનો ડબલ પોડિયમ ગુલવીર સિંહે 10 હજાર મીટરમાં સિલ્વર અને 5 હજાર મીટર દોડમાં બ્રોન્ઝ જીતીને ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. આવું પહેલીવાર બન્યું કે કોઈ ભારતીયે ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે મેડલ જીત્યા. 6. લવલીનાનો મેડલ રમ્યા વગર જ પાક્કો થયો કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ મહિલા 75 કિલો વર્ગમાં માત્ર પાંચ બોક્સર હતા. આથી લવલીના બોરગોહેન સીધા સેમિફાઇનલમાં પહોંચી ગઈ અને તેનો મેડલ પાક્કો થઈ ગયો. તેણે માત્ર બે મેચ રમી. એક જીતી અને એક હારી, પરંતુ સિલ્વર પોતાના નામે કરી લીધો. આ ભારતનો સૌથી અનોખો મેડલમાંથી એક રહ્યો. 7. પ્રવીણ ચિત્રાવેલે ચાર વર્ષ જૂનો હિસાબ બરાબર કર્યો ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રાવેલ 2022માં માત્ર 3 સેન્ટિમીટરથી મેડલ ચૂકી ગયા હતા. આ વખતે તેમણે 16.58 મીટરની છલાંગ લગાવીને સિલ્વર જીતી લીધો અને ચાર વર્ષ જૂનો હિસાબ બરાબર કરી દીધો. 8. 5 મહિલા બોક્સરોએ ગોલ્ડ જીત્યો ભારતની 6 માંથી પાંચ મહિલા બોક્સર ગોલ્ડ જીતવામાં સફળ રહી. સાક્ષી ચૌધરી, પ્રીતિ પવાર, જાસ્મિન લાંબોરિયા, પ્રિયા ઘંઘાસ અને અરુંધતિ ચૌધરીએ મેડલ જીત્યા. આવું પહેલીવાર બન્યું કે એક જ કોમનવેલ્થમાં 5 બોક્સરને મેડલ મળ્યા. મેન્સ અને વિમેન્સ મળીને 10 મુક્કેબાજોએ ફાઇનલ રમ્યો. 7 ને ગોલ્ડ, 3 એ સિલ્વર જીત્યો. 9. પેરા એથ્લેટિક્સના ત્રણ ડબલ પોડિયમ ભારતે પેરા એથ્લેટિક્સમાં ત્રણ વખત ડબલ પોડિયમ હાંસલ કર્યું. એટલે કે 3 વખત એક જ ઇવેન્ટમાં બે ખેલાડીઓએ મેડલ જીત્યા. વિમેન્સ શોટપુટમાં શર્મિલા ધનખડે ગોલ્ડ અને શિલ્પા શાયલાએ બ્રોન્ઝ જીત્યો. 100 મીટર દોડમાં દિલીપ ગાવિતે ગોલ્ડ અને મોહમ્મદ બાસિલે સિલ્વર હાંસલ કર્યો. મેન્સ શોટપુટમાં સોમન રાણાને ગોલ્ડ અને શુભમ જુયાલને સિલ્વર મળ્યો. 10. ઝંડુ કુમારે પહેલો મેડલ અપાવ્યો ભારતનો પહેલો મેડલ પેરા પાવરલિફ્ટર ઝંડુ કુમારે અપાવ્યો. પોલિયોથી પ્રભાવિત ઝંડુ ક્યારેક શાકભાજી વેચતા હતા અને ઈ-રિક્ષા ચલાવતા હતા. તાલીમ ચાલુ રાખવા માટે તેમણે પોતાની રિક્ષા પણ વેચી દીધી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

