મુંડન, માહિકા ને મન્નત…!:હાર્દિકે ગર્લફ્રેન્ડ સાથે તિરુપતિ બાલાજીના આશીર્વાદ લીધા, લાડુ ખાતાં ખાતાં બહાર આવ્યો ક્રિકેટર; જુઓ VIDEO

Last Updated: August 2, 2026By

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટથી દૂર છે અને પોતાની ઈજામાંથી ઉભરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત પ્રસિદ્ધ શ્રીવેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ બાલાજી) ખાતે પૂજા-અર્ચના કરતો જોવા મળ્યો છે. આ દર્શન દરમિયાન હાર્દિક પંડ્યા તિરુપતિમાં માથું મુંડાવેલા લુકમાં નજરે પડ્યો હતો. જેના પછી બંનેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. પરંપરા મુજબ વાળ સમર્પિત કર્યા PTI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, હાર્દિક પંડ્યા સવારે મંદિરમાં પૂજા કરવા પહોંચ્યો હતો. આ પ્રસંગે હાર્દિક સફેદ ધોતી અને કુર્તામાં જોવા મળ્યો હતો, જ્યારે મહીકા શર્મા સફેદ સલવાર-સૂટમાં નજરે પડી હતી. તિરુમાલા મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા વાળ દાન કરવાની જૂની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે હાર્દિક પંડ્યાએ પણ કોઈ માનતા પૂરી થવા પર અહીં પોતાના વાળ અર્પણ કર્યા છે. મેદાન પર વાપસી માટે તૈયારીઓ હાર્દિક પંડ્યા ઈજાના કારણે તાજેતરની સિરીઝમાંથી બહાર રહ્યો હતો. તે ઝડપથી ફિટ થઈને ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે સતત મહેનત કરી રહ્યો છે. ભારતીય ટીમ માટે પંડ્યા ખૂબ મહત્વપૂર્ણ ખેલાડી છે અને આગામી મહત્વની ટુર્નામેન્ટ્સને ધ્યાનમાં રાખીને તેનું સંપૂર્ણ ફિટ હોવું ટીમ માટે ખૂબ જરૂરી છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો આ નવો અવતાર અને મંદિર દર્શનનો વીડિયો ફેન્સ વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Leave A Comment