'મેં આમિર ખાનને ઈગ્નોર નથી કર્યા':દાવાઓ પર ભડકી એક્ટ્રેસ; કહ્યું- નેગેટિવિટી વધારશો તો ફોટો પડાવા ઊભી રહીશ તેવી અપેક્ષા ન રાખતા
પ્રીતિ ઝિન્ટાએ ફિલ્મ ‘બટવારા 1947’ના પ્રમોશન દરમિયાન આમિર ખાનને અવગણવાના દાવાઓને નકારી કાઢ્યા. પ્રીતિએ પોસ્ટને ‘ક્લિકબેટ કન્ટેન્ટ’ ગણાવ્યું અને કહ્યું કે તેણે તે સમયે આમિરને જોયો જ નહોતો. ખરેખરમાં, એક પેપરાઝી એકાઉન્ટે ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં પ્રીતિ પોતાની વેનિટી વાનમાંથી બહાર નીકળીને ફોટોગ્રાફર્સને પૂછતી જોવા મળી, ‘એક મિનિટ, ગાઈઝ, ક્યાં જવાનું છે?’ ફોટોગ્રાફર્સ દ્વારા દિશા બતાવ્યા પછી પ્રીતિ બીજી તરફ ચાલી ગઈ. આમિર પોતાની વેનિટી વાન પાસે ઊભા હતા, પરંતુ પ્રીતિએ તેમની તરફ ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ એક પેપરાઝી પેજે વીડિયો સાથે કેપ્શન લખ્યું, ‘ઓહ નો, પ્રીતિ ઝિન્ટાએ આમિર ખાનને ઈગ્નોર કર્યા?’ યુઝર્સે બંને વચ્ચે અણબનાવની અટકળો લગાવી વીડિયો પછી સોશિયલ મીડિયા યુઝર્સે બંને કલાકારો વચ્ચે કોઈ વિવાદ કે અસહજ સંબંધને લઈને અટકળો લગાવવાનું શરૂ કર્યું. પ્રીતિએ બાદમાં આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા વીડિયો રજૂ કરવાની રીતની ટીકા કરી. તેમણે લખ્યું, ‘આ પ્રકારનું ક્લિકબેટ કન્ટેન્ટ બરાબર નથી. મેં આમિરને જોયા નહોતા, કારણ કે હું અંદર કેટલાક શોટ્સ શૂટ કરવાની ઉતાવળમાં હતી અને પછી ‘બંટવારા 1947’ના પ્રમોશન માટે ફ્લાઇટ પકડવાની હતી.’ પ્રીતિએ આગળ લખ્યું, ‘આવતી વખતે, જો તમારો ઇરાદો કોઈપણ પ્રકારની નકારાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હોય, તો મારી પાસેથી એવી અપેક્ષા ન રાખો કે હું રોકાઈને તસવીરો પડાવીશ. આમિર માટે મારા મનમાં ખૂબ પ્રેમ અને સન્માન છે, તેથી આ પોસ્ટ સારી વાત નથી.’ જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટા ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘બંટવારા 1947’માં જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલ, કરણ દેઓલ, શબાના આઝમી, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ પણ છે. ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર સંતોષી છે અને તેના પ્રોડ્યુસર આમિર ખાન (આમિર ખાન પ્રોડક્શન્સ) તથા અપર્ણા પુરોહિત છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

