'મેં રશિયન છોકરીઓ સાથે સંબંધો નથી બનાવ્યા':બિલ ગેટ્સે કહ્યું- એપસ્ટીન ફાઇલ્સમાં લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા; જાતીય રોગના દાવાને પણ ખોટો ગણાવ્યો

Last Updated: February 1, 2026By

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજોપતિ બિલ ગેટ્સે રશિયન છોકરીઓ સાથે સંબંધ બાંધવા અને જાતીય રોગ થવાના આરોપોને નકારી કાઢ્યા છે. જાતીય અપરાધી જેફરી એપસ્ટીન સાથે સંબંધિત ફાઇલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બિલ ગેટ્સના રશિયન છોકરીઓ સાથે જાતીય સંબંધો હતા અને ત્યારબાદ તેમને જાતીય રોગ (STD) થયો હતો. ગેટ્સના પ્રવક્તાએ આ આરોપોને સંપૂર્ણપણે વાહિયાત અને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે આ દાવાઓ ગેટ્સને ફસાવવા અને બદનામ કરવાનો પ્રયાસ છે. પ્રવક્તાના મતે, આ દસ્તાવેજો પરથી માત્ર એટલું જ જાણવા મળે છે કે જેફરી એપસ્ટીન એ વાતથી નારાજ હતો કે બિલ ગેટ્સે તેનાથી અંતર જાળવી રાખ્યું હતું. આ જ કારણોસર તે ગેટ્સની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમેરિકી ન્યાય વિભાગે 30 જાન્યુઆરીના રોજ જેફરી એપસ્ટીન તપાસ સંબંધિત લગભગ 30 લાખ પાનાના દસ્તાવેજો, 2,000 વીડિયો અને 1.8 લાખ તસવીરો સાર્વજનિક કરી છે. દાવો- ગેટ્સે એપસ્ટીન પાસેથી એન્ટિબાયોટિક દવાઓ માગી શુક્રવારે રિલીઝ થયેલી ફાઇલોમાં એપસ્ટીને એક મેલમાં દાવો કર્યો કે જાતીય રોગ થયા પછી બિલ ગેટ્સે તેની પાસેથી એન્ટિબાયોટિક દવાઓ માગી હતી, જેથી તે આ દવાઓ ચૂપચાપ પોતાની પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સને આપી શકે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, એપસ્ટીને એક ઇમેલમાં ગેટ્સ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાની છબી બચાવવા માટે છ વર્ષ જૂની મિત્રતા તોડી નાખી. વર્ષ 2021માં બિલ ગેટ્સે CNNને કહ્યું હતું કે એપસ્ટીનને મળવું તેમની બહુ મોટી ભૂલ હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ એપસ્ટીનને એટલા માટે મળ્યા હતા, જેથી તે ગેટ્સ ફાઉન્ડેશનને દાન આપી શકે. બિલ ગેટ્સ અને એપસ્ટીનની મિત્રતાને તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સથી છૂટાછેડાનું એક મોટું કારણ પણ માનવામાં આવે છે. એપસ્ટીન સાથેના સંબંધો પર પસ્તાવો વ્યક્ત કરી ચૂક્યા છે બિલ ગેટ્સ બિલ ગેટ્સ પહેલા કહી ચૂક્યા છે કે તેમને એપસ્ટીન સાથેના પોતાના સંબંધો પર પસ્તાવો છે. જોકે, તેમણે કોઈપણ પ્રકારની ખોટી ગતિવિધિઓથી ઇનકાર કર્યો છે. 2019માં તેમણે કહ્યું હતું કે તેમનો એપસ્ટીન સાથે કોઈ વ્યવસાયિક કે વ્યક્તિગત સંબંધ નહોતો અને તેઓ ક્યારેય કોઈ પાર્ટી કે ખાનગી કાર્યક્રમમાં સામેલ થયા નહોતા. ન્યૂયોર્ક ટાઈમ્સ અને વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગેટ્સે 2011થી 2013ની વચ્ચે એપસ્ટીન સાથે ઘણી વખત મુલાકાત કરી હતી. જેમાં ન્યૂયોર્કમાં તેના ઘરે મોડી રાત સુધી રોકાવું અને ખાનગી વિમાનથી મુસાફરી કરવી પણ શામેલ હતું. અફેર્સના કારણે ગેટ્સના મેલિન્ડાથી છૂટાછેડા થયા બિલ અને મેલિન્ડા ગેટ્સના લગ્ન 1994માં થયા હતા. બંનેના 2021માં છૂટાછેડા થઈ ગયા હતા. મેલિન્ડાએ પાછળથી કહ્યું હતું કે ગેટ્સના અફેર્સ અને એપસ્ટીન સાથેના સંબંધો તેમના છૂટાછેડાનું મોટું કારણ બન્યા. ગેટ્સ અને એપસ્ટીનની મુલાકાતોના સમાચાર સામે આવ્યા પછી 2019માં મેલિન્ડાએ વકીલો સાથે વાત કરી હતી. એપસ્ટીન કેસની સંપૂર્ણ કહાની શું છે આની શરૂઆત 2005માં શરૂ થઈ. જ્યારે ફ્લોરિડામાં એક 14 વર્ષની છોકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે તેની પુત્રીને “મસાજ” ના આડમાં એપસ્ટેઇનના વૈભવી ઘરમાં લલચાવીને લઈ જવામાં આવી હતી, પરંતુ તે આવ્યા પછી તેને સેક્સ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે ઘરે પાછા ફરીને આ વાત તેના માતા-પિતાને કહી, ત્યારે તેઓએ તરત જ પોલીસમાં ફરિયાદ કરી. ત્યારે પહેલીવાર જેફ્રી એપસ્ટીન વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાઈ. પોલીસ તપાસ દરમિયાન એવું સામે આવ્યું કે આ એકલો કિસ્સો નથી. ધીમે ધીમે લગભગ 50 સગીર છોકરીઓની ઓળખ થઈ, જેમણે એપસ્ટીન પર આવા જ આરોપો લગાવ્યા હતા. પામ બીચ પોલીસ ડિપાર્ટમેન્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને ઘણા મહિનાઓ સુધી તપાસ કરી. આ પછી એપસ્ટીન વિરુદ્ધ ફોજદારી તપાસ શરૂ થઈ. કેસની તપાસમાં જાણવા મળ્યું કે એપસ્ટીન પાસે મેનહટન અને પામ બીચમાં આલીશાન વિલા છે. એપસ્ટીન અહીં હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ કરતો હતો, જેમાં ઘણી મોટી હસ્તીઓ સામેલ થતી હતી. એપસ્ટીન પોતાના ખાનગી જેટ ‘લોલિતા એક્સપ્રેસ’થી પાર્ટીઓમાં નાની ઉંમરની છોકરીઓ લઈને આવતો હતો. તે છોકરીઓને પૈસા-દાગીનાની લાલચ અને ધમકી આપીને મજબૂર કરતો હતો. આમાં એપસ્ટીનની ગર્લફ્રેન્ડ અને પાર્ટનર ગિસ્લીન મેક્સવેલ તેનો સાથ આપતી હતી. જોકે, પ્રારંભિક તપાસ પછી પણ એપસ્ટીનને લાંબા સમય સુધી જેલ થઈ ન હતી. તેનો પ્રભાવ એટલો હતો કે 2008માં તેને માત્ર 13 મહિનાની સજા ફટકારવામાં આવી હતી, જેમાં તે જેલની બહાર જઈને કામ પણ કરી શકતો હતો. જેફ્રી એપસ્ટીન કોણ હતો? જેફ્રી એપસ્ટીન ન્યૂયોર્કનો કરોડપતિ ફાઇનાન્સર હતો. તેની મોટા નેતાઓ અને સેલિબ્રિટીઓ સાથે મિત્રતા હતી. તેના પર 2005માં સગીર છોકરી સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. 2008માં તેને સગીર પાસેથી સેક્સની માગણી કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને 13 મહિનાની જેલ થઈ હતી. 2019માં જેફ્રીને સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કેસ પહેલા જ તેણે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેની પાર્ટનર ઘિસલીન મેક્સવેલને 2021માં તેની મદદ કરવાના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી હતી. તે 20 વર્ષની સજા ભોગવી રહી છે.

Leave A Comment