મેથીની ભાજી અને પરાઠા ખાઈને કંટાડ્યા તો ટ્રાય કરો આ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી

Last Updated: January 10, 2026By

શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી, ખાસ કરીને મેથીનું સેવન આરોગ્ય માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે. મેથીમાં આયર્ન, ફાઇબર અને અનેક પોષક તત્ત્વો રહેલા હોવાથી તે પાચન સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. જો રોજ મેથીની ભાજી કે પરાઠા ખાઈને કંટાળો આવી ગયો હોય, તો હવે ટ્રાય કરો ક્રિસ્પી મેથીના મુઠીયા.

મેથીના મુઠીયા બનાવવામાં સરળ છે અને નાસ્તા તરીકે કે સાંજની ચા સાથે ખાવા માટે ઉત્તમ વિકલ્પ છે. ખાસ કરીને બાળકો અને મોટા બંનેને આ વાનગી ખૂબ પસંદ આવે છે.

મેથીના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ મેથીની ભાજી
  • 2 ચમચી કોથમીર (સમારેલી)
  • 1 કપ ચણાનો લોટ
  • 1/2 કપ ઘઉંનો લોટ
  • 1/2 કપ રવો (સૂજી)
  • 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
  • 2 ચમચી તિરૂપતિ તેલ (મોણ માટે)
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી મરચું પાઉડર
  • 1/2 ચમચી ધાણા-જીરું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી તલ
  • 1 ચપટી ખાવાનો સોડા
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તિરૂપતિ તેલ

મેથીના મુઠીયા બનાવવાની રીત

સૌપ્રથમ મેથીની ભાજી સાફ કરી ધોઈ લો અને બારીક સમારી લો. હવે એક મોટું વાસણ લો અને તેમાં સમારેલી મેથી, કોથમીર, ચણાનો લોટ, ઘઉંનો લોટ અને રવો ઉમેરો.

હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, હળદર, મરચું પાઉડર, ધાણા-જીરું પાઉડર, મીઠું, ખાંડ, તલ અને ખાવાનો સોડા ઉમેરો. ત્યારબાદ લીંબુનો રસ અને મોણ માટે 2 ચમચી તિરૂપતિ તેલ નાખો.

બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને કઠણથી થોડું નરમ એવો લોટ બાંધી લો. લોટ વધારે નરમ ન રાખવો.

હવે લોટમાંથી નાની-નાની ગોળ અથવા લંબગોળ મુઠીયા બનાવો. કડાઈમાં તિરૂપતિ તેલ ગરમ કરો. તેલ મધ્યમ તાપે ગરમ થઈ જાય ત્યારબાદ તૈયાર મુઠીયા તેમાં નાખો.

મુઠીયાને ધીમી-મધ્યમ આંચ પર ફેરવતા રહો અને સુવર્ણ રંગના તથા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. પછી બહાર કાઢી ટિશ્યૂ પેપર પર મૂકી વધારાનું તેલ ઉતારી લો.

ગરમાગરમ મેથીના મુઠીયા લીલી ચટણી, દહીં કે ટમેટા સોસ સાથે સર્વ કરો. શિયાળાની ઋતુમાં આ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો સૌને ખૂબ ગમશે.

આ રીતે બનાવેલા મેથીના મુઠીયા શિયાળામાં સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે. મેથી પાચન સુધારે છે અને શરીરને ગરમ રાખે છે. આ મુઠીયા બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું તિરૂપતિ તેલ વાનગીને આપે છે વધુ સ્વાદ અને પરફેક્ટ ક્રિસ્પીનેસ. શુદ્ધતા અને ગુણવત્તા માટે ઓળખાતું તિરૂપતિ તેલ દૈનિક રસોઈ માટે વિશ્વાસભર્યું વિકલ્પ બને છે.

Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://shop.tirupatioils.com/shop/

આ પણ વાંચો: જો તમે ગુજરાતી ભોજનના શોખીન છો, તો ખાસ શિયાળાની તિરૂપતિ તેલમાં બનેલી રેસિપી જરૂર અજમાવો