મેલાનિયા ટ્રમ્પની ડોક્યુમેન્ટરી બ્રિટનમાં ફ્લોપ:લંડન પ્રીમિયરમાં માત્ર 1 ટિકિટ વેચાઈ, એમેઝોને ₹340 કરોડમાં રાઇટ્સ ખરીદ્યા હતા
મેલાનિયા ટ્રમ્પ પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મેલાનિયા’ બ્રિટનમાં ફ્લોપ થઈ છે. લંડનમાં શુક્રવારે સ્ક્રીનિંગ માટે માત્ર એક ટિકિટ વેચાઈ છે, જ્યારે સાંજે 6 વાગ્યાની સ્ક્રીનિંગ માટે બે ટિકિટ વેચાઈ છે. લંડનના વ્યુ થિયેટર્સમાં કુલ 28 શેડ્યૂલ સ્ક્રીનિંગ્સ માટે હજુ સુધી કોઈ ટિકિટ વેચાઈ નથી. આ ફિલ્મ અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પના જીવનની ઝલક દર્શાવે છે. એમેઝોને આ ડોક્યુમેન્ટરીને બ્રિટનના 100થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ કરી. નિર્માતાઓને તેના હિટ થવાની આશા હતી. ફિલ્મ 30 જાન્યુઆરીએ થિયેટરોમાં આવશે. તે અમેરિકામાં લગભગ 1,400-2,000 થિયેટરો અને વિશ્વભરના 27 દેશોમાં 5,000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે. એમેઝોન સ્ટુડિયોઝે આ ફિલ્મના રાઇટ્સ 40 મિલિયન ડોલર એટલે કે લગભગ 340 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, આ ઉપરાંત કંપનીએ વૈશ્વિક માર્કેટિંગ પર 35 મિલિયન ડોલર (321 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તે પહેલાંના 20 દિવસ પહેલાની કહાની આ ડોક્યુમેન્ટરીમાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં વાપસીની કહાની છે. ફિલ્મમાં શપથ ગ્રહણ પહેલાના 20 દિવસની ઝલક બતાવવામાં આવી છે. મેલાનિયા ટ્રમ્પે જણાવ્યું કે તેમને આ ડોક્યુમેન્ટરીનો વિચાર 2024ની ચૂંટણી જીત્યા પછી આવ્યો. તેમણે કહ્યું કે આ ફિલ્મ તેમના જીવનને નજીકથી સમજવાની તક આપશે. મેલાનિયાએ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં કહ્યું, આ ફિલ્મ અમેરિકા માટે એક મહત્વપૂર્ણ સમયગાળાને દર્શાવે છે. પ્રથમ વખત લોકો શપથ ગ્રહણ પહેલાના 20 દિવસ એક આવનારી પ્રથમ મહિલાના દૃષ્ટિકોણથી જોઈ શકશે. ડોક્યુમેન્ટરીમાં મેલાનિયાનું અંગત જીવન પણ દર્શાવવામાં આવ્યું ડોક્યુમેન્ટરીમાં મેલાનિયા ટ્રમ્પના અંગત અને જાહેર જીવનને દર્શાવવામાં આવ્યું છે. તેમાં બિઝનેસવુમન, પત્ની અને માતાની ભૂમિકા ભજવવા ઉપરાંત પરિવારને ફરીથી વ્હાઇટ હાઉસમાં શિફ્ટ કરવાની જવાબદારી પણ દર્શાવવામાં આવી છે. લગભગ બે કલાકની આ ફિલ્મનાં ટ્રેલરમાં મેલાનિયા કહે છે, “દરેક વ્યક્તિ જાણવા માંગે છે, તો આ રહ્યું.” એક દ્રશ્યમાં શપથ ગ્રહણના દિવસે મેલાનિયા કેપિટલ બિલ્ડિંગમાં ઉભેલી જોવા મળે છે અને કેમેરા તરફ જોતા કહે છે, “અમે ફરીથી અહીં છીએ.” જાન્યુઆરી 2025ના એક સર્વે મુજબ, લગભગ 40% અમેરિકન લોકોનો તેમના વિશે કોઈ અભિપ્રાય નહોતો. જોકે, રિપબ્લિકન સમર્થકોમાં તેમની લોકપ્રિયતા વધુ છે. ડોક્યુમેન્ટરીથી મેલાનિયાની છબીને ફાયદો નિષ્ણાતોનું માનવું છે કે આ ડોક્યુમેન્ટરી મેલાનિયાની છબી સુધારી શકે છે. ઇતિહાસકાર કેથરિન સિબલીના મતે, “આ ફિલ્મ અમેરિકન જનતા સમક્ષ મેલાનિયાની છબીને નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે.” મેલાનિયા ટ્રમ્પે કહ્યું કે તેમને પ્રથમ મહિલાની પરંપરાગત જવાબદારીઓ નિભાવવામાં ગર્વ છે, જેમ કે રાજકીય ભોજ, ઇસ્ટર એગ રોલ અને ક્રિસમસ સજાવટ. આ સાથે તેઓ સમાજ પર સકારાત્મક અસર પણ કરવા માંગે છે. તેમણે હંમેશા બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. તેમની પહેલ પર ‘ટેક ઇટ ડાઉન એક્ટ’ પસાર થયો, જે અંતર્ગત મંજુરી વિના ખાનગી તસવીરો ઓનલાઈન મૂકવી ગુનો છે. આ ઉપરાંત, તેમણે ફોસ્ટર બાળકો માટે ‘બી બેસ્ટ’ અભિયાન હેઠળ ઘણી યોજનાઓ શરૂ કરી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

