મેસીનો ઇન્ટર મિયામી માટે 100મો ગોલ:ક્રુઝ એઝુલને હરાવીને પ્રથમ વખત કેમ્પિયોનેસ કપ જીત્યો, કાસેમિરોએ 2-0થી જીત અપાવી

Last Updated: September 17, 2026By

લિયોનેલ મેસીએ ઇન્ટર મિયામી માટે 100મો ગોલ કર્યો. તેણે બુધવારે મિયામીના ન્યૂ સ્ટેડિયમમાં ક્રુઝ એઝુલ સામે કેમ્પિયોનેસ કપ ફાઇનલમાં 24મી મિનિટે હેડરથી ગોલ કર્યો. મેસીના ગોલ અને કાસેમિરોએ 81મી મિનિટે કરેલા ગોલની મદદથી ઇન્ટર મિયામીએ 2-0થી મેચ જીતી. આ સાથે ટીમે પ્રથમ વખત કેમ્પિયોનેસ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. મેસીએ હેડરથી ખાતું ખોલ્યું મેસીએ 24મી મિનિટે લુઈસ સુઆરેઝના ક્રોસ પર હેડરથી ગોલ કર્યો. આ ઇન્ટર મિયામી માટે તેનો 100મો ગોલ હતો. તેણે તમામ સ્પર્ધાઓમાં 115 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી. ખાસ વાત એ રહી કે મેસીએ મિયામી માટે પહેલો ગોલ પણ ક્રુઝ એઝુલ સામે જ કર્યો હતો. જુલાઈ 2023માં ડેબ્યૂ મેચમાં તેણે ઇન્જરી ટાઈમમાં ફ્રી-કિકથી ગોલ કરીને ટીમને 2-1થી જીત અપાવી હતી. કાસેમિરોએ હેડરથી લીડ બમણી કરી ઇન્ટર મિયામીને 81મી મિનિટે બીજી સફળતા મળી. મેસીની કોર્નર કિક પર કાસેમિરોએ હેડરથી ગોલ કર્યો. આ સાથે મિયામીએ 2-0ની લીડ બનાવી લીધી. કાસેમિરોએ છેલ્લી પાંચ મેચમાં ચાર ગોલ કર્યા છે. તેમના બધા ચાર ગોલ હેડરથી આવ્યા છે. મેસીના આવ્યા પછી ચોથી ટ્રોફી મેસીના ઇન્ટર મિયામી સાથે જોડાણ પછી ટીમે ચાર ટ્રોફી જીતી છે. મિયામીએ 2023માં લીગ્સ કપ, 2024માં સપોર્ટર્સ શીલ્ડ, 2025માં MLS કપ અને હવે 2026માં કેમ્પિયોનેસ કપ પોતાના નામે કર્યો. મેક્સિકન ટીમોનો ત્રણ વર્ષનો દબદબો સમાપ્ત કેમ્પિયોનેસ કપમાં પાછલી સીઝનના MLS કપ વિજેતા અને મેક્સિકોની ‘કેમ્પિયોન ડી કેમ્પિયોનેસ’ વિજેતા ટીમ વચ્ચે મુકાબલો થાય છે. આ આ ટૂર્નામેન્ટનું આઠમું સંસ્કરણ હતું. મિયામીની જીત પહેલાં પાછલા ત્રણેય સંસ્કરણોમાં મેક્સિકોની ટીમોએ ખિતાબ જીત્યો હતો. ક્રુઝ એઝુલ અત્યાર સુધી આ કપ જીતી શકી નથી. ટીમ 2021ની ફાઇનલમાં પણ હારી ગઈ હતી.