મેસ્સી મેજિકથી આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં!:13 મિનિટમાં 3 ગોલ કરી ઇજિપ્તને ઘર ભેગું કર્યું; જીત બાદ મેદાન પર રડ્યો મેસ્સી, ટીમે ખભા પર ઊંચક્યો
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2થી હરાવીને ફૂટબોલ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. મંગળવારે એટલાન્ટા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આર્જેન્ટિના 78મી મિનિટ સુધી 2-0 થી પાછળ હતું. અહીંથી રોમેરો (79મી મિનિટ), મેસ્સી (83મી મિનિટ) અને ફર્નાન્ડિઝ (ઇન્જરી ટાઈમના ત્રીજા મિનિટ) એ 13 મિનિટમાં 3 ગોલ કરીને ટીમને જીત અપાવી. વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે આર્જેન્ટિનાની ટીમ બે ગોલથી પાછળ રહ્યા પછી જીતી છે. મેસ્સીએ આ ટુર્નામેન્ટમાં 8મો ગોલ કર્યો. તે સૌથી વધુ ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. જીત બાદ મેસ્સી મેદાન પર જ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. આર્જેન્ટિનાનો મુકાબલો 12 જુલાઈએ સ્વિટ્ઝર્લેન્ડ સામે થશે. આ સાથે ક્વાર્ટર ફાઇનલની 8 ટીમો નક્કી થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઇનલ લાઇનઅપમાં ખાસ મેચમાં ખાસ આર્જેન્ટિનાના સેલિબ્રેશનના ફોટા ઇજિપ્તે 2 ગોલ કરીને આર્જેન્ટિનાને બેકફૂટ પર ધકેલી દીધું ઇજિપ્તે ખૂબ જ આક્રમક શરૂઆત કરી. મેચની 15મી મિનિટમાં જ ઇજિપ્તના યાસિર ઇબ્રાહિમે આર્જેન્ટિનાના ડિફેન્સને ભેદીને પહેલો ગોલ કર્યો. આ પછી આર્જેન્ટિનાએ એટેક કરીને બરાબરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇજિપ્તના ગોલકીપર મુસ્તફા શૌબીરે તમામ એટેક રોકી દીધા. આખરે બીજા હાફની 67મી મિનિટમાં મુસ્તફા ઝીકોએ શાનદાર મેદાની ગોલ કરીને સ્કોર 2-0 કરી દીધો. 78 મિનિટની રમત સુધી ઇજિપ્ત મેચ પર સંપૂર્ણપણે હાવી હતું. એવું લાગી રહ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાની સફર અહીં જ પૂરી થઈ જશે, પરંતુ અહીંથી જ આર્જેન્ટિનાએ વાપસી કરી અને મેચ પોતાના પક્ષમાં કરી લીધી. મેસ્સી પ્રથમ હાફમાં પેનલ્ટી ચૂકી ગયા ઇજિપ્તના પ્રથમ ગોલ પછી 21મી મિનિટે આર્જેન્ટિનાને પેનલ્ટી મળી. ગોલ કરવાની આ તક કેપ્ટન લિયોનેલ મેસ્સીએ લીધી. જોકે, ઇજિપ્તના ગોલકીપર મુસ્તફા શૌબીરે શાનદાર ડાઇવ લગાવીને મેસ્સીના શોટને રોકી દીધો. આ પછી મેસ્સી નિરાશ દેખાયા. આર્જેન્ટિનાનો જબરદસ્ત પલટવાર આર્જેન્ટિનાના ચાહકો માટે ખુશ થવાનો પહેલો મોકો 79મી મિનિટે આવ્યો. જ્યારે ક્રિસ્ટિયન રોમેરોએ મેસ્સીના ક્રોસ પર હેડર દ્વારા ગોલ કરીને આર્જેન્ટિનાનું ખાતું ખોલ્યું. તેના બરાબર 4 મિનિટ પછી, 83મી મિનિટે, લિયોનેલ મેસ્સીએ પોતે ગોલ કરીને આર્જેન્ટિનાને બરાબરી અપાવી. ફર્નાન્ડિઝે વર્લ્ડ કપનો 3000મો ગોલ કર્યો ઈજાના સમયમાં આર્જેન્ટિના માટે ત્રીજો ગોલ આવ્યો. 92મી મિનિટે એન્ઝો ફર્નાન્ડિઝે માર્ટિનેઝના ક્રોસ પર હેડર વડે બોલને ગોલપોસ્ટમાં પહોંચાડ્યો. આ ગોલ ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસનો 3000મો ગોલ પણ બન્યો. આ પછી ઇજિપ્ત બાકીના સમયમાં કોઈ ગોલ કરી શક્યું નહીં અને આર્જેન્ટિના 3-2થી મેચ જીત્યું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

