યમન નજીક ભારતીય જહાજ પર હૂતી વિદ્રોહીઓનો હુમલો:વિસ્ફોટકોથી ભરેલી આત્મઘાતી બોટ ટકરાઈ; જહાજ ડૂબી ગયું, તેમાં સવાર તમામ 13 ભારતીયો સુરક્ષિત
યમન નજીક લાલ સાગરમાં ભારતીય ધ્વજવાળા વેપારી જહાજ પર હુમલો થયો છે. આ હુમલો હુતી વિદ્રોહીઓએ કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટકોથી ભરેલી એક આત્મઘાતી બોટ જહાજ સાથે અથડાઈ. ત્યારબાદ જહાજ ડૂબી ગયું. જોકે, તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે ‘MSV ફૈઝ-એ-નૂર-એ-ઔલિયા’ જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રિયાદમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ક્રૂની સુરક્ષા માટે યમનના અધિકારીઓ સાથે સહયોગ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ.. 1. અમેરિકા-ઈરાન વાટાઘાટોની તારીખ અને સ્થળ હજુ નક્કી થયું નથી: અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત વાટાઘાટોની તારીખ અને સ્થળ હજુ નક્કી થયું નથી. અહેવાલો અનુસાર, પાકિસ્તાન અને કતાર સંભવિત યજમાન દેશો તરીકે ચર્ચા હેઠળ છે, અને બંને દેશો મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2. ઈરાનની નવી વ્યૂહરચના: યુદ્ધ નહીં, પરંતુ અમેરિકા પર દબાણ વધારવું: રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાન હવે સીધી લશ્કરી જીત મેળવવાને બદલે દરિયાઈ વેપાર, તેલ પુરવઠો અને મહત્વપૂર્ણ શિપિંગ માર્ગોને વિક્ષેપિત કરીને અમેરિકા અને તેના સાથીઓ માટે ખર્ચ વધારવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે. 3. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઉડતું રીપર ડ્રોન તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે: IRGC એ દાવો કર્યો છે કે તેણે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી સાથે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઉડતું MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું નથી કે ડ્રોન કયા દેશનું હતું. 4. અમેરિકા ઈરાન પર દબાણ વધારવા માટે નવા વિકલ્પો શોધી રહ્યું છે: સીએનએનના અહેવાલ મુજબ, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ તેના લશ્કરી વિશ્લેષકો પાસેથી દબાણ વધારવા અને ઈરાનને સજા કરવા માટે નવા સૂચનો માંગ્યા છે. અધિકારીઓએ આને એક અસામાન્ય પગલું ગણાવ્યું. 5. હુતીઓની ધમકીઓ પછી છ સાઉદી સુપરટેન્કરોએ માર્ગ બદલ્યો: યમનના હુતી બળવાખોરોની ધમકીઓ પછી છ સાઉદી સુપરટેન્કરોએ રેડ સીમાં અને બાબ-અલ-મંડેબને બદલે દક્ષિણ આફ્રિકાની આસપાસ લાંબો દરિયાઈ માર્ગ અપનાવ્યો, જેનાથી આ ક્ષેત્રમાં શિપિંગ સલામતી અંગે ચિંતાઓ વધી ગઈ. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

