યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી:વિદ્યાર્થીઓને ગ્રીન એનર્જી ભણાવશે; 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરોનો રોડમેપ તૈયાર કરી રહ્યા છે
યુનાઇટેડ કિંગડમની ન્યૂકેસલ યુનિવર્સિટીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીને સસ્ટેનેબિલિટીના પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન, ગ્રીન એનર્જી અને વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં તેમના કાર્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેઓ વિદ્યાર્થીઓને ગ્રીન એનર્જી વિશે ભણાવશે. અનંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઊર્જા પરિવર્તન સાથે જોડાયેલું કામ સંભાળી રહ્યા છે. તેઓ કંપનીને 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો બનાવવાના રોડમેપ પર કામ કરી રહ્યા છે. પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ એક એવી શૈક્ષણિક પદવી છે, જે અનુભવી પ્રોફેશનલ્સ અને ઓપરેશનલ લીડર્સ માટે હોય છે. પરંપરાગત શૈક્ષણિક પદોથી વિપરીત, તેના માટે ડોક્ટરેટ, પીઅર-રિવ્યૂ કરાયેલા પ્રકાશનો અથવા રિસર્ચ ટેન્યોરની જરૂર હોતી નથી. ભારતમાં યુજીસીએ પ્રોફેસર ઑફ પ્રેક્ટિસની શ્રેણી બનાવી ઓક્સફર્ડ સાઇદ, વૉરવિક, ક્રેનફિલ્ડ અને હાર્વર્ડ જેવી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર ઑફ પ્રેક્ટિસના માધ્યમથી કોર્પોરેટ નેતાઓ અને વ્યાવસાયિકોને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડવામાં આવ્યા છે. ન્યૂકેસલ યુનિવર્સિટી પણ આ પદ દ્વારા બિન-શૈક્ષણિક નિષ્ણાતોને માન્યતા આપે છે, જેમની પાસે કામ અને તકનીકી ક્ષેત્રનો અનુભવ હોય. ભારતમાં યુજીસીએ 2022માં પ્રોફેસર ઑફ પ્રેક્ટિસની શ્રેણી બનાવી હતી. આ હેઠળ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ અને કોર્પોરેટ નેતાઓ પીએચડી કે સંશોધન પેપર વિના વિદ્યાર્થીઓને ભણાવી અને માર્ગદર્શન આપી શકે છે. વનતારાની 650 બેડની હોસ્પિટલમાં અનેક સુવિધાઓ જૈવવિવિધતા સંરક્ષણના ક્ષેત્રમાં અનંતના કાર્યોમાં જામનગરસ્થિત 3,500 એકરનું પર્યાવરણીય અભયારણ્ય અને રેસ્ક્યૂ સુવિધા વનતારા પણ સામેલ છે. અહીં હાથીઓ માટે વિશેષ આરોગ્ય સંભાળ અને પુનર્વસન સુવિધાઓ ઉપલબ્ધ છે. વનતારાએ સિંહ, વાઘ, દીપડા, ગેંડા અને સંકટગ્રસ્ત સરિસૃપો સહિત હજારો જંગલી પ્રાણીઓનું પુનર્વસન પણ કર્યું છે. તેની 650 બેડવાળી મલ્ટી-સ્પેશિયલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. રિલાયન્સના ગ્રીન એનર્જી મિશન સાથે જોડાયેલા અનંત અનંત ગુજરાતના જામનગરમાં 5,000 એકરમાં બની રહેલા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સના વિકાસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. તેમાં પાંચ ઇન્ટરકનેક્ટેડ ગીગા-ફેક્ટરીઓનો સમાવેશ થાય છે, જે ઇન્ટિગ્રેટેડ સોલર પીવી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોલાઇઝર, એડવાન્સ્ડ બેટરી સ્ટોરેજ તેમજ ફ્યુઅલ સેલ સિસ્ટમ સાથે સંબંધિત છે. ઇન્ટિગ્રેટેડ સોલાર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનો લક્ષ્ય 2030 સુધીમાં 100 ગીગાવોટ સોલાર પાવરનું ડિપ્લોયમેન્ટ કરવાનો છે, જ્યારે ગ્રીન હાઇડ્રોજન પહેલનો લક્ષ્ય 1 ડૉલર પ્રતિ કિલોનો બેન્ચમાર્ક હાંસલ કરવાનો છે. સસ્ટેનેબિલિટી સાથે જોડાયેલા આ પ્રયાસોમાં જામનગરમાં ઔદ્યોગિક વનીકરણ પણ સામેલ છે, જ્યાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


