રમેશ તૌરાનીની પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો:આમિર ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો; વરુણ, મૃણાલ, સિદ્ધાંત સહિતના સ્ટાર્સે પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા

Last Updated: January 19, 2026By

ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ 65મા જન્મદિવસની ઉજવણી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી ટિપ્સ ફિલ્મ્સના 30 વર્ષ અને ટિપ્સ મ્યુઝિકના 45 વર્ષ પૂરા થવાની પણ ઉજવણી હતી. આ ખાસ અવસરે બોલિવૂડના ઘણા મોટા સિતારાઓ પહોંચ્યા હતા. આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે જોવા મળ્યો. બંને હાથ પકડીને વેન્યુમાં એન્ટ્રી કરતા દેખાયા. આ ઉપરાંત પાર્ટીમાં વરુણ ધવન, મૃણાલ ઠાકુર, સિદ્ધાંત ચતુર્વેદી, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા, સોનાલી બેન્દ્રે અને અન્ય ઘણા સિતારાઓ પણ જોવા મળ્યાં. ડિનો મોરિયા, અમીષા પટેલ, અમૃતા રાવ, ડેવિડ ધવન, આશુતોષ ગોવારીકર, મુકેશ છાબડા, ઈશાન ખટ્ટર અને વીર પહાડિયા પણ આ ખાસ પાર્ટીનો ભાગ બન્યાં. કોણ છે રમેશ તૌરાણી રમેશ તૌરાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર અને ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે 1980ના દાયકામાં પોતાના ભાઈ કુમાર એસ. તૌરાણી સાથે મ્યુઝિક પ્રોડક્શનના ક્ષેત્રથી કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં ફિલ્મ પ્રોડક્શનમાં પ્રવેશ કર્યો. પોતાના બેનર હેઠળ તેમણે ઘણી ફિલ્મો બનાવી છે. આમાં ‘રેસ’ સિરીઝ, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’, ‘ઇશ્ક વિશ્ક’, ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’, ‘ફિદા’ અને ‘કિસ્મત કનેક્શન’નો સમાવેશ થાય છે. જુઓ બર્થડે પાર્ટીની તસવીરો