રશિયામાં ચૂંટણીના અંતિમ દિવસે સેંકડો ડ્રોનથી હુમલો:મોસ્કોમાં 2નાં મોત, ઓઈલ રિફાઈનરીને પણ નુકસાન; રશિયાએ 1600 ડ્રોન તોડી પાડ્યા
રશિયામાં સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે રવિવારે મોસ્કો અને આસપાસના વિસ્તારોમાં સેંકડો ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોનાં મોત થયાં. તેમાં 44 વર્ષની એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિનના જણાવ્યા અનુસાર, રાજધાનીની એક મોટી ઓઈલ રિફાઈનરીને પણ નુકસાન થયું છે. હાલમાં રિફાઈનરીમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. મેયરે જણાવ્યું કે શનિવારથી રશિયાએ 1600થી વધુ ડ્રોન તોડી પાડ્યાં છે. તેમાં આશરે 450 ડ્રોન મોસ્કો તરફ આગળ વધી રહ્યાં હતાં. એક ડ્રોન 21 માળની ઇમારત સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. ત્યારબાદ આશરે 400 લોકોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમાં 70 બાળકોનો પણ સમાવેશ થાય છે. રશિયામાં યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ સંસદીય ચૂંટણી રશિયામાં શુક્રવારથી સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના સંપૂર્ણ પાયે હુમલા બાદ આ પ્રથમ સંસદીય ચૂંટણી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ચૂંટણીને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકો માટે જનતાના સમર્થનની કસોટી તરીકે રજૂ કરી છે. રશિયા ચૂંટણીનાં પરિણામોને પુતિનની નીતિઓ અને યુક્રેન યુદ્ધ માટેના સમર્થન તરીકે રજૂ કરી શકે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


