રાઘવને ભાજપમાં એન્ટ્રી અપાવવા પ્રિયંકા ચોપરાનો હાથ:સીધી PM મોદી સાથે વાત કરી હોવાનો સિદ્ધુના પત્નીનો દાવો, કહ્યું- 'પહેલા મલાઈ ખાધી, હવે બોલે છે'
નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુએ એક પોડકાસ્ટમાં રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાને લઈને એવો દાવો કર્યો છે, જેનાથી રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે. પ્રિયંકા ચોપરાના કારણે રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી નવજોત કૌર સિદ્ધુએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે- રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી વચ્ચે સંબંધો બગડી રહ્યા હતા. રાઘવને ડર હતો કે પાર્ટી તેને બહાર કરી દેશે અને તેને ED/CBIની તપાસનો સામનો કરવો પડશે. આ સમયે પરિણીતી ચોપરાની કઝીન પ્રિયંકા ચોપરા મદદે આવી હતી. તેમણે દાવો કર્યો કે- પ્રિયંકા ચોપરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તે તેમના જીજાજી રાઘવ ચઢ્ઢાનું ધ્યાન રાખે. આ ભલામણ બાદ જ રાઘવ ચઢ્ઢાની ભાજપ સાથે નિકટતા વધી અને તે તપાસ એજન્સીઓના સકંજામાંથી બચી શક્યા. કેજરીવાલે ટીકા કરવાનું કેમ બંધ કર્યું? નવજોત કૌરના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ચોપરાના કથિત હસ્તક્ષેપને કારણે જ અરવિંદ કેજરીવાલે રાઘવ ચઢ્ઢાની ટીકા કરવાનું બંધ કરી દીધું હતું. તેમણે ઉમેર્યું કે, રાઘવ ચઢ્ઢાને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ મુશ્કેલીમાં છે, તેથી પ્રિયંકાએ પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી અને રાઘવ માટે રસ્તો સાફ કર્યો. ‘પહેલા મલાઈ ખાધી, હવે બોલે છે’ પોતાના નિવેદનમાં નવજોત કૌરે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘રાઘવ ચઢ્ઢાનો નંબર લાગવાનો જ હતો. તેમણે તો બે વર્ષ પહેલા જ આ બધું બોલવું જોઈતું હતું, પણ તેઓ અત્યારે બોલી રહ્યા છે. પહેલા તેમણે સત્તાની મલાઈ ખાધી અને હવે વિરોધમાં સૂર પુરાવી રહ્યા છે’ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આટલા ગંભીર આક્ષેપો છતાં, રાઘવ ચઢ્ઢા, પરિણીતી ચોપરા કે પ્રિયંકા ચોપરા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા સામે આવી નથી. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

