રાજકોટમાં ઈન્ડિયન અંડર-19 ક્રિકેટરોનો દબદબો:યુથ ટેસ્ટમાં કાંગારુઓને 48 રને હરાવ્યા; લક્ષ્યની બેવડી સદી, ઈશાન ઓમએ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી

Last Updated: September 29, 2026By

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર દિવસીય અંડર-19 યુથ ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બર 2026થી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 217 રન બનાવ્યા હતા જેની સામે ભારતે 10 વિકેટ ગુમાવી 494 રન બનાવ્યા હતા. ભારત તરફથી લક્ષ્યદિપ રાયચંદાણીએ 281 બોલમાં 24 ચોગ્ગા અને 4 છગ્ગા મદદથી 240 રન બનાવ્યા હતા. આ પછી બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયન ટીમને 229 રનમાં ઓલઆઉટ કરી ભારતે 48 રનથી જીત મેળવી છે. જેમાં ઈશાન ઓમએ પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં 4 મળી બે ઇનિંગ્સમાં કુલ 9 વિકેટ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે 240 રન બનાવનાર લક્ષ્યદિપ રાયચંદાણીએ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર્યો છે. 27 તારીખે શરૂ થયેલ યુથ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 217 રન બનાવ્યા હતા. જેમાં કેટલે 198 બોલમાં 102 અને હોલિકે 160 બોલમાં 59 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ભરત તરફે ઈશાન ઓમએ 24.5 ઓવરમાં 53 રન આપી 5 વિકેટ પ્રાપ્ત કરી હતી. જયારે મોહિત ઉલવાએ 12 ઓવરમાં 37 રન આપી 3 વિકેટ મેળવી હતી. જેની સામે ભારતે પ્રથમ ઇનિંગમાં શાનદાર શરૂઆત કરી હતી અને 10 વિકેટ ગુમાવી 102.3 ઓવરમાં કુલ 494 રન બનાવ્યા હતા. જેમાં ઓપનર લક્ષ્યદિપ રાયચંદાણીએ 281 બોલમાં 24 ચોગ્ગા અને 4 છગ્ગા મદદથી 240 રન, મોહિત ઉલવાએ 84 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા મદદથી 92 રન, તથા યશવર્ધન ચૌહાણએ 80 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ્સમાં 59.4 ઓવરમાં 229 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. જેમાં બ્લેક કેટલે 114 બોલમાં 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 123 રન બનાવ્યા હતા. નીલ પટેલે 41 રન બનાવ્યા હતા. કોનર ગ્રેગરીએ 36 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ભારત તરફે યશવર્ધન ચૌહાણે 19.4 ઓવરમાં 75 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી. ઈશાન ઓમે 18 ઓવરમાં 62 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી.

Leave A Comment