રાધિકા અને નીતા અંબાણીના અમિતાભ સાથે ગપાટા, VIDEO:સુપ્રિયા સુલેની દીકરીના લગ્નમાં શાહરુખે મનમૂકીને ડાન્સ કર્યો; સેલેબ્સનો જમાવડો
સાંસદ સુપ્રિયા સુલેની દીકરી રેવતી સુલેના લગ્નમાં રાજનીતિ, બિઝનેસ ઉપરાંત બોલિવૂડના ઘણા મોટા સેલિબ્રિટી સામેલ થયા હતા. આ ખાસ અવસરે ‘કિંગ ખાન’એ દિલ ખોલીને ડાન્સ કર્યો હતો. જ્યારે રાધિકા અને નીતા અંબાણીએ અમિતાભ બચ્ચન સાથે ગપાટા માર્યાં હતાં. NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના વડા શરદ પવારના દીકરી અને સાંસદ સુપ્રિયા સુલેની દીકરી રેવતી સુલે સારંગ લાખાની સાથે 20 જૂને લગ્નના બંધનમાં બંધાઈ. સુલે પરિવારની ખુશીઓમાં સામેલ થવા માટે અંબાણી પરિવાર સહિતના બિઝનેસમેન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રણબીર કપૂર, સલમાન ખાન, શાહરુખ ખાન સહિતના બોલિવૂડ સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા. લગ્ન સમારોહના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અંબાણી પરિવારની વહૂનો ચૂલબુલો અંદાજ મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ રેવતી સુલેના લગ્નમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સાસુ નીતા અંબાણી અને પુત્રવધૂ રાધિકાએ મેચિંગ કલરની સાડી પહેરી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન દરવાજા તરફ જઈ રહ્યા હોય છે, ત્યારે રાધિકા અને નીતા અંબાણીને જોઈને ઊભા રહી જાય છે. રાધિકા ખૂબ જ ઉત્સાહ અને મોટી સ્માઇલ સાથે અમિતાભ બચ્ચનને કંઈક વાત કરી રહી હોય છે. સાસુ નીતા અંબાણી પણ તેની વાતમાં હામી ભરતા જોવા મળી રહ્યા છે. સદીના મહાનાયક સાથે સાસુ-વહુના ગપાટાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાકાજી સસરાએ લાડ લડાવ્યા આ જ વીડિયોમાં રાધિકાનો કાકા સસરા અનિલ અંબાણી સાથેનો પણ ખાસ બોન્ડ જોવા મળે છે. જ્યારે તે ‘બિગ બી’ સાથે વાત કરી રહી હોય છે, ત્યારે અનિલ અંબાણી ત્યાં આવે છે અને કોઈ વાત પર ટાપસી પુરાવે છે. તે સમયે રાધિકા હસતી હસતી પહેલાં તેમને પગે લાગવા જતી હોય છે, પરંતુ અનિલ અંબાણી તેને રોકે છે અને તેને ભેટી પડે છે. ‘કોઈ મિલ ગયા’ પર ‘બાદશાહ’નો ડાન્સ લગ્ન સમારોહ દરમિયાન બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને સંગીત સેરેમનીમાં રોનક જમાવી હતી. સંગીત સમારોહમાં સિંગર રાહુલ વૈદ્ય ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું ‘કોઈ મિલ ગયા’ ગીત ગાઈ રહ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાને બ્રાઈડ રેવતી અને વરરાજા સારંગ સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. શાહરુખનો એનર્જેટિક ડાન્સ જોઈને મહેમાનો પણ ઉત્સાહમાં આવી ગયા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

