રામાનંદ સાગરના પૌત્રો ભવ્ય 'શ્રીમદ્ ભાગવતમ્' બનાવશે:7 ફિલ્મોની સિરીઝનું શૂટિંગ શરૂ, મહર્ષિ વેદવ્યાસ રચિત ભાગવત મહાપુરાણ પર આધારિત હશે

Last Updated: July 29, 2026By

1987માં ટીવી પર સુપરહિટ ‘રામાયણ’ બનાવનાર સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ હવે મોટા પડદા પર ‘શ્રીમદ્ભાગવતમ્’ લઈને આવી રહ્યું છે. સ્ટુડિયોએ જાહેરાત કરી છે કે આ 7 ફિલ્મોની એક મોટી સિનેમેટિક સિરીઝ હશે. તેની શરૂઆત ‘શ્રીમદ્ભાગવતમ્ પાર્ટ-1’ થી થશે. આ સિરીઝની કલ્પના અને નિર્માણ રામાનંદ સાગરના પૌત્રો અમૃત સાગર ચોપરા અને આકાશ સાગર ચોપરાએ કર્યું છે. બંને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અને અમૃત સાગર પહેલા ભાગનું નિર્દેશન પણ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ સાગર પિક્ચર્સ ગ્લોબલ કરી રહ્યું છે. જ્યારે, આધ્યાત્મિક ગુરુ અને લેખક શ્રી એમ આ પ્રોજેક્ટના રિસર્ચ ગાઈડ છે, જ્યારે મોતી સાગર તેના મેન્ટર છે. રામોજી ફિલ્મ સિટીમાં શરૂ થયું શૂટિંગ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શરૂ થઈ ગયું છે. તેનું ઉદ્ઘાટન તેલંગાણાના મુખ્યમંત્રીએ કર્યું હતું. ફિલ્મની સિનેમેટોગ્રાફી જોએલ શેફર કરી રહ્યા છે, જ્યારે કે ઓસ્કર વિજેતા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ નિષ્ણાત ક્લાઇડ એડવર્ડ્સ તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. સાગર પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ દિવંગત ડૉ. રામાનંદ સાગર અને લીલા સાગરને સમર્પિત છે. આવનારા મહિનાઓમાં ‘શ્રીમદ્ભાગવતમ્ પાર્ટ-1′ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ જાણકારીઓ પણ શેર કરવામાં આવશે. આ ફિલ્મ મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત ભાગવત મહાપુરાણ પર આધારિત હશે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન, તેમના ઉપદેશો અને ભગવાન વિષ્ણુના અનેક અવતારોની વાર્તાઓને મોટા પાયે દર્શાવવામાં આવશે. ફિલ્મનો હેતુ આ ધાર્મિક કથાઓને આધુનિક ટેકનોલોજી અને શાનદાર વિઝ્યુઅલ્સ સાથે દુનિયાભરના દર્શકો સુધી પહોંચાડવાનો છે. સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ આકાશ સાગરે કહ્યું કે, ”શ્રીમદ્ભાગવતમ્’ ભારતની સૌથી મહત્વપૂર્ણ આધ્યાત્મિક અને સાહિત્યિક કૃતિઓમાંથી એક છે. તેની વાર્તાઓ ખૂબ જ વિશાળ અને ઊંડી છે. અમારો પ્રયાસ છે કે તેને સંપૂર્ણ પ્રમાણિકતા અને ભવ્યતા સાથે મોટા પડદા પર રજૂ કરવામાં આવે.’ ‘આ સિરીઝમાં દર્શકોને શ્રીકૃષ્ણનું બાળ અને કિશોર જીવન, રાસલીલા, ગોપી ગીત, સમુદ્ર મંથન, મત્સ્ય, વરાહ અને નરસિંહ અવતાર, ધ્રુવ, ભરત, પૃથુ અને કપિલ જેવા અનેક પ્રસિદ્ધ અને ઓછા જાણીતા પ્રસંગો જોવા મળશે.’ સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ વિશે