રામાયણમાંથી હટાવવાના સમાચાર પર ભડક્યો વિક્રાંત મેસ્સી:કહ્યું- બેજવાબદાર અને આશ્ચર્યજનક કવરેજ; વિવાદ બાદ પોસ્ટ હટાવી

Last Updated: February 8, 2026By

નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ: પાર્ટ-’1 સતત મોટી સ્ટારકાસ્ટિંગને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન સમાચાર હતા કે એક્ટર રાઘવ જુયાલે વિક્રાંત મેસીને ફિલ્મમાંથી રિપ્લેસ કર્યા છે. રિપ્લેસમેન્ટના સમાચારો પર હવે વિક્રાંત મેસીએ મૌન તોડ્યું છે. તેનું કહેવું છે કે આ સમાચારો પાયાવિહોણા છે, કારણ કે તે પહેલા પણ આ ફિલ્મનો ભાગ નહોતો. રાઘવ જુયાલ દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યા હોવાના સમાચારો સામે આવ્યા બાદ વિક્રાંત મેસીએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના સ્ટોરી સેક્શનમાં લખ્યું, ‘ઓકે, બધું સ્પષ્ટ કરવા માટે કહેવા માંગુ છું કે હું તેમાં નથી અને ક્યારેય હતો પણ નહીં. આટલું બેજવાબદાર મીડિયા કવરેજ, તે પણ ‘સન્માનિત’ કહેવાતા મીડિયા હાઉસ તરફથી, ખરેખર આશ્ચર્યજનક છે.’ આગળ એક્ટરે લખ્યું, “તેમ છતાં, રામાયણ ફિલ્મને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ચોક્કસ ટિકિટ ખરીદીને તેને સિનેમાઘરોમાં જોવા જઈશ.” વિક્રાંત મેસીએ પોસ્ટ ડિલીટ કરી મીડિયા કવરેજ પર ભડકીને કરેલી આ પોસ્ટના માત્ર એક કલાક પછી જ વિક્રાંતે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. રિપ્લેસમેન્ટના સમાચાર કેવી રીતે શરૂ થયા? તાજેતરમાં વેરાયટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે નિતીશ તિવારીની ફિલ્મ રામાયણમાં રાઘવ જુયાલ લંકેશ રાવણ એટલે કે યશના પુત્ર મેઘનાદ (ઇન્દ્રજીત)નું પાત્ર ભજવશે. આ પછી જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવવા લાગ્યો કે પહેલા આ રોલ વિક્રાંત મેસી ભજવવાના હતો, આથી રાઘવ જુયાલે તેને રિપ્લેસ કર્યો છે. રામાયણની કાસ્ટિંગ કેવી હશે? ફિલ્મ ‘રામાયણ: પાર્ટ-1’માં રણબીર કપૂર ભગવાન શ્રીરામનો કિરદાર નિભાવી રહ્યા છે, જ્યારે એક્ટ્રેસ સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં છે. KGF સ્ટાર યશ ફિલ્મમાં લંકેશ રાવણ અને સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં છે. તો એક્ટર રવિ દુબે લક્ષ્મણનો રોલ નિભાવી રહ્યા છે. ઉપરાંત એક્ટ્રેસ કાજલ અગ્રવાલ મંદોદરી અને રકુલ પ્રીત સિંહ પણ શૂર્પણખાના રોલમાં જોવા મળશે. ફિલ્મ રામાયણ 6 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.