રિપોર્ટ- ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધવિરામ પર વાતચીત કરવા માંગે છે:ઈરાનની શરત- નુકસાનનું વળતર આપો, ભવિષ્યમાં હુમલો નહીં થાય તેની ગેરંટી પણ જોઈએ
ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ ઈરાન સાથે સીઝફાયર પર વાત કરવા માંગે છે. આ કામમાં ટ્રમ્પના સલાહકાર જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ પણ લાગેલા છે. આ માહિતી એક્સિયોસ ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે. જોકે, ઈરાને વાતચીત માટે શરત રાખી છે કે પહેલા યુદ્ધ રોકવામાં આવે અને તેને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે. ઈરાનનું એમ પણ કહેવું છે કે ભવિષ્યમાં તેના પર ફરીથી હુમલો નહીં થાય, તેની પાકી ગેરંટી મળે. બીજી તરફ, ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અત્યારે ઈરાનની તમામ શરતો માનવા માટે તૈયાર નથી, ખાસ કરીને વળતરની માગને. અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત હાલમાં થઈ રહી નથી, પરંતુ ઈજિપ્ત, કતાર અને બ્રિટન જેવા દેશો મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈરાને ઈઝરાયલ પર આજે સવારથી 4 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈરાને શનિવારથી ઈઝરાયલ પર હુમલા તેજ કરી દીધા છે. ગઈકાલે રાત્રે ઈરાને ઈઝરાયેલના બે શહેરો પર હુમલો કર્યો હતો. અહીં ઈઝરાયલનો મોટો ન્યુક્લિયર પ્લાન્ટ આવેલો છે. આ હુમલાઓમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય સેવાઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. ઈરાન તરફથી આ હુમલાઓ ટ્રમ્પની ધમકી બાદ વધ્યા છે. હકીકતમાં, ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે જો 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

